૫૦ ઈંડા ખાવાની શરતના ચક્કરમાં મૃત્યુ વાળી વાત નીકળી ખોટી, પરિવારજનોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

0
Advertisement

ઈંડા અને દારૂની શરત જીતવાના ચક્કરમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. પરંતુ આ મામલે હાલમાં જ ચોંકાવનારો ખુલાસો થયો છે. પરિવારજનોએ અને ગ્રામજનોએ આ દાવાને બિલકુલ ખોટો બતાવ્યો છે.

એક મીડિયા રીપોર્ટ પ્રમાણે ઈંડા અને દારૂની શરત જીતવાના ચક્કરમાં મોત નીપજ્યું હતું. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં 42 વર્ષોય યુવક સુભાષ યાદવ શુક્રવારે સાંજે બિબીગંજ બજારમાં એક મિત્ર સાથે ઈંડા ખાવા માટે ગયો હતો. જ્યાં શરત લાગી હતી કે, કોણ કેટલા ઈંડા ખાઈ શકે છે.

Image Source

50 ઈંડા અને એક બોટલ દારૂની શરત પૂર્ણ કરવા પર 2 હજાર રૂપિયાની શરત લાગી હતી. સુભાષએ આ શરત માન્ય રાખીને 42 ઈંડા ખાઈ લેતા તે બેહોશ થઇ ગયો હતો. સુભાષ બેહોશ થઇ જતા લોકોએ તેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ત્યારે ઘટનામાં સુભાષના પરિવારજનોએ એક મીડિયા ચેનલ ન્યુઝ18 ના કેમેરા સામે ખુલાસો કર્યો હતો કે, લગભગ 3 મહિના પહેલા એક અકસ્માતમાં તેને ગંભીર ઇજા થવાથી તેને તબિયત ખરાબ થઇ ગઈ હતી. ઘણા રિપોર્ટ કરાવ્યા છતાં અંતે તેને બ્રેઈન હેમરેજની વાત કહી હતી. પરિવારજનો સુભાષને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં બાદમાં લખનૌ હોસ્પિટલમાં લઇ ગયા હતા. હાલતમાં કંઈ સુધારો ના થતા તેને ઘરે લઇ આવ્યા હતા જ્યાં તેનું ગત શનિવારે મોત નીપજ્યું હતું.

Image Source

પરિવારજનોએ આ સાથે જ ખુલાસો કર્યો હતો કે, 2 હજાર રૂપિયા માટે ઈંડા અને દારૂની વાત તદ્દન ખોટી છે સાથે જ કહ્યું હતું કે, મીડિયામાં આવેલી ખબર પણ ખોટી છે. આ ખબરનું ખંડન પરિવારજનોએ કેમેરા સામે કર્યું હતું. પરિવારજનોએ ન્યુઝ18ને ઇલાજના પેપર પણ દેખાડયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here