દુલ્હાને સ્ટેજ પર લગ્નની ગિફ્ટ આપી રહ્યો હતો મિત્ર, ત્યારે જ અચાનક થમી ગયા શ્વાસ; હાર્ટ એટેકથી મોત- વીડિયો વાયરલ

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક લગ્નમાં ત્યારે ભાગદોડ મચી ગઈ, જ્યારે દુલ્હા-દુલ્હનનું અભિવાદન કરતા સમયે સ્ટેજ પર એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ કપલને ગિફ્ટ આપવા સ્ટેજ પર ચઢ્યો હતો.

જો કે આ પછી તેનું સંતુલન બગડવા લાગ્યું. લગ્ન સમારોહમાં હાજર લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો 25 વર્ષનો વામસી નામનો યુવક બેંગલુરુમાં અમેઝોન કંપનીમાં કામ કરતો હતો અને તે કુર્નૂલના પેનુમાદા ગામથી તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો.

દુલ્હા-દુલ્હનને ગિફ્ટ આપ્યા પછી જ્યારે તેઓએ રેપર ખોલવાનું શરૂ કર્યું ત્યારે વામસી ધીમે ધીમે ડાબી બાજુ ઝૂકવા લાગ્યો. તેનું સંતુલન બગડતું જોઈને સ્ટેજ પર હાજર અન્ય કેટલાક લોકોએ તેને પડતા બચાવ્યો અને તરત જ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. જો કે, ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં મૃતકને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યુ છે.

Shah Jina