ખબર

નવા ટ્રાફિક ચલણને લીધે એન્જીન્યરનો ગયો જીવ, બોલાચાલી દરમિયાન અચાનક આવ્યો હાર્ટએટેક- જાણો વિગત

નોઈડામાં એક અજીબોગરીબ ઘટના સામેઆવી છે. જેમાં નોઈડા પોલીસ દ્વારા ચોરીના વાહનને લઈને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક શખ્સને રોકી ટ્રાફિક પોલીસ દ્વારા બોલાચાલી થતા યુવકનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટના બન્યા બાદ નોઈડા પોલીસ તેની કાર્ય શૈલીને લઈને સવાલ ઉઠાવ્યા છે.

Image Source

જાણકારી મુજબ, મુલચંદ શર્મા રવિવારે સાંજે ભાણેજને મળવા માટે તેના પુત્ર ગૌરવ સાથે કારમાં ઇન્દિરાપૂરમ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડેલ ટાઉન અંડરપાસની ઉપર ઈન્દિરાપુરમ સાઈડ ઉભેલા ટ્રાફિક પોલીસે રોકવાનો ઈશારો કરતા ગૌરવે ગાડી ઉભી રાખી હતી. ગૌરવે ગાડી ઉભી રાખતા પોલીસે ગાડીના બોનેટ પર ડંડા મારવાનું શરૂ કરી દીધું હતું.

Image Source

મુલચંદે શર્માએ તેના પુત્રને કહીને ગાડી સાઈડમાં ઉભી રખાવી અને ટ્રાફિક પોલીસના આ વર્તન પર તેને દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ પોલીસે તેને ચલણ આપવાની અને ગાડી ડિટેઇન કરવાની ધમકી આપતા ફોટો પાડવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે જ ગૌરવને ચક્કર આવ્યા અને બેહોશ થઇ ગયો હતો. ગૌરવને પડતો જોઈને ટ્રાફિક પોલીસ ત્યાંથી ગાયબ થઇ ગયા હતા.

ત્યારબાદ એક રાહદારીએ તેની મદદ કરી કારને સાંભળી હતી. ત્યારબાદ તે ગૌરવને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરંતુ ડોક્ટરોએ કારની અંદર રહેલા ગૌરવને જૉઇને જ સારવાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ તે બીજી હોસ્પિટલ પહોંચતા 10-20 મિનિટ સુધી ચેકીંગ કર્યા બાદ તેને મૃતઘોષિત કરી દીધો હતો. ગૌરવના પિતાએ આ મામલે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ન્યાય આપવાની માંગ કરી છે.

Image Source

એસએસપી વૈભવ કૃષ્ણએ જણાવ્યું હતું કે,ઘટના સ્થળ ઈન્દિરાપુરમમાં છે. જો પરિવારના લોકો ફરિયાદ દાખલ કરશે તો તટસ્થ તાપસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks