કહેવાય છે કે જીવનમાં ક્યારેય પણ કશું પણ થઇ શકે છે. ત્યારે એક યુગલ સ્ટેજ પર ડાન્સ કરી રહ્યું હતું અને ગીતના બોલ હતા ‘તેરી બાહો મેં મર જાયે હમ…’ અને સાચે જ ગીતના બોલને જાણે નિયતિએ સાચા કરી દીધા હતા. અને એક પ્રેમના આ ગીતનો અંત ખૂબ જ દુઃખદ આવ્યો.

વર્ષ 2018માં ઘટેલી ઘટનાની આ વાત છે. પણ તેનો વિડીયો હમણાં ફરીથી વાયરલ થયો છે. એક ખૂબ જ સ્વસ્થ દેખાતો વ્યક્તિ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મના ગીત તુજે દેખા તો યે જાના સનમ પર ડાન્સ કરતો હતો અને જયારે ‘તેરી બાહો મેં મર જાયે હમ…’ લાઈન આવી ત્યારે જ તે ડાન્સ કરતા-કરતા મૃત્યુ પામ્યો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિ પોતાની પાર્ટનર સાથે ડાન્સ કરતા-કરતા અચાનક જ પડી જાય છે.

અચાનક આ રીતે પડી જવા પર તેની પાર્ટનરને અને ત્યાં હાજર લોકોને લાગે છે કે તે અભિનય કઈ રહ્યો છે, પણ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને એ આ દુનિયાથી જઈ ચુક્યો હતો. લોકો પણ એવું જ સમજીને ચીયર કરી રહયા હતા અને પછી જયારે તેની પાર્ટનર તેનો હાથ પકડીને તેને ઉઠાવવાની કોશિશ કરે છે ત્યારે સમજાય છે કે બધા જ પ્રયાસો વ્યર્થ છે.
મળેલી માહિતી અનુસાર, રાજસ્થાનના બાડમેરના જાસોલ ગામનો આ યુવક વિજય છે અને તે પોતાની પત્ની સાથે એક ફંક્શનમાં ડાન્સ કરી રહ્યો હતો. અને અચાનક જ તેને હાર્ટએટેક આવતા તે મૃત્યુ પામ્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.