સેક્સવર્ધક દવાઓ લઈને સેક્સ માણવું જીવલેણ છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. દવાઓ લઈને સેક્સ માણવાં જતાં એક ગુજરાતીનું મુંબઈની હોટલમાં મોત થયું છે. જેમાં, 41 વર્ષીય આધેડ સુરતના હીરાની ફેક્ટરીના મેનેજર હતા અને તેમની ફેક્ટરીમાં કામ કરતી 14 વર્ષીય સગીરાને લઈને મુંબઈની હોટલમાં ગયાં હતા. જ્યાં સગીરા સાથે સંબંધ બાંધતા પહેલા મેનેજરે સેક્સવર્ધક ગોળીઓ લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, શખ્સના મોતનું કારણ વિયેગ્રાનો ઓવરડોઝ હોઈ શકે.
સગીરા મેનેજરની ફેક્ટરમાં કામ કરતી હતી
મીડિયા રિપોર્ટ અનુસાર, સુરતના હીરા ફેક્ટરીના માલિકનું મુંબઈની હોટલમાં સગીરા સાથે સેક્સ માણતી વખતે હાર્ટ એટેકથી મોત થયું હતું. મુંબઈની એક હોટલમાં 41 વર્ષીય ડાયમંડ ફેક્ટરી મેનેજર મૃત હાલતમાં મળી આવ્યો હતો. આરોપ છે કે ગુજરાતનો એક વ્યક્તિ સગીર બાળકીને લઈને મુંબઈની એક હોટલમાં પહોંચ્યો હતો. રૂમમાં એક સગીરા સાથે સેક્સ કરતી વખતે તેની તબિયત બગડી અને પછી હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ થયું. પોલીસે જણાવ્યું કે 14 વર્ષીય પીડિતા પણ હીરાના કારખાનામાં કામ કરતી હતી અને તે જ ફેક્ટરીનો મેનેજર હતો.
દીકરી કહીને સગીરાને હોટલમાં લઈ ગયો, કર્યું યૌન શૌષણ
પોલીસે જણાવ્યું કે મૃતક મેનેજર યુવતીના પરિવારને આર્થિક મદદ કરતો હતો. છોકરીના પરિવારમાં તેના લકવાગ્રસ્ત પિતા, માતા અને એક ભાઈનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે મેનેજરે સગીરાને ધમકી આપી હતી કે જો તેણી તેનું પાલન નહીં કરે તો તે તેના પરિવારને મદદ કરશે નહીં. તે સગીરાને બ્લેકમેલ કરીને મુંબઈ લાવ્યો હતો અને પછી હોટલમાં તેનું યૌન શોષણ કર્યું હતું.
એક અધિકારીએ જણાવ્યું કે મેનેજરના યુવતીના પરિવાર સાથે સારા સંબંધો હતા. તે પરિવારને પૈસા પણ આપતો હતો. તેણે સગીરાને હીરાના કારખાનામાં નોકરી આપી હતી. પરિવારને મેનેજર પર એટલો વિશ્વાસ હતો કે તેઓ સગીરાને તેની સાથે બહાર મોકલતા હતા. 29 ઓક્ટોબરે મેનેજર સગીરાના ઘરે પહોંચ્યો અને કહ્યું કે તે તેના પરિવાર સાથે મુંબઈ જઈ રહ્યો છે. તેણે સગીરાની માતાને પૂછ્યું કે શું તે તેની પુત્રીને તેની સાથે લઈ જઈ શકે છે. આ પછી, તેણે શનિવારે સવારે સગીરાને તેના ઘરેથી ઉપાડી અને મુંબઈ જવા રવાના થયો.
સેક્સવર્ધક દવાઓ લઈને સેક્સ માણતાં આવ્યો હાર્ટ એટેક
પોલીસે જણાવ્યું કે, મેનેજરે હોટલમાં કહ્યું કે 14 વર્ષની છોકરી તેની પુત્રી છે. તેણે નકલી આધાર કાર્ડ પણ બતાવ્યું. તેણે ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો પૈસા નહીં આપે અને અગાઉના પૈસા પણ પરત લઈ લેશે. આ પછી, તેણે શનિવારે સાંજે સેક્સવર્ધક દવાઓનું સેવન કર્યું અને સગીરાનું યૌન શોષણ શરૂ કર્યું. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
આ પછી સગીરાએ હોટલ સ્ટાફને જાણ કરી. મેનેજરને જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં સગીરાની માતા મુંબઈ પહોંચી ગઈ હતી. તેણે તેમનું નિવેદન આપ્યું અને આરોપી મેનેજર સામે કેસ નોંધ્યો. પોલીસે BNS અને POCSOની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.