લગ્નમાં વગર આમંત્રણે લગ્નમાં પહોંચતા ખેલાયો ખૂની ખેલ, 21 વર્ષના જુવાનજોધ યુવકનું મોત

વગર આમંત્રણે યુવકો લગ્નમાં પહોંચી જતા છરીઓ ઉછળતા 21 વર્ષના યુવકનું મોત, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર મારામારી અને હત્યા સહિત અનેક ગુનાહિત પ્રવૃત્તિઓના બનાવ સામે આવે છે. જેમાં કેટલાય લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે હાલમાં જ ભુજમાંથી એક હત્યાનો મામલો સામે આવ્યો, જેમાં લગ્ન પ્રસંગમાં મારામારીનો બનાવ બનવા દરમિયાન એક યુવકની હત્યા કરવામાં આવી. ભુજના ભીડગેટ વિસ્તારમાં સમી સાંજે આ બનાવ બન્યો હતો અને છરી ઉછળતા એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું મોત નિપજ્યું હતું.

આમંત્રણ વગર પહોંચ્યા આરોપીઓ

ઘટના બાદ બી ડિવિઝન પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના સીતારા ચોક ભીડગેટ બહાર નાગોરી વાડીમાં નિકાહનો પ્રસંગ હતો અને આ દરમિયાન હુસેન મેમણ અને અબ્દુલ મેમણ આમંત્રણ વગર પહોંચ્યા હતા. તેથી મનદુઃખમાં તકરાર થઈ અને સોહેબ નામના યુવકની સાથે આવેલા આ બે આરોપીની બોલાચાલી થઈ.

છરીના ઘા વાગવાથી ઈજાગ્રસ્ત સોહેબનું મોત

બે પક્ષો વચ્ચે થયેલા ઘર્ષણમાં છરીના ઘા વાગવાથી સોહેબ ઈજાગ્રસ્ત થયો તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો પણ સારવાદ દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો. જો કે, આ ઘટનામાં હુસેન પણ ઇજાગ્રસ્ત થયો હતો. આ મામલે બી ડીવીઝન પોલીસ મથકે ઇમરાન જુસબ મોખાએ હુસેન મજીદ મેમણ અને અબ્દુલ આદમ મેમણ સામે ફરિયાદ નોધાવી.

ફરિયાદી અનુસાર, આરોપીઓ આમંત્રણ વગર જ લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને તેથી મૃતકે તેમને ઠપકો આપ્યો તો બોલાચાલી થઇ અને પછી આરોપીઓ ઉશ્કેરાઇ ગયા જેથી તેમણે મારામારી કરી છરી વડે મૃતક અને ફરિયાદી પર હુમલો કર્યો.

Shah Jina