ખબર

5 પ્રવાસી લોકોનો જીવ બચાવીને મૃત્યુ પામ્યો જમ્મુ-કાશ્મીરનો આ રિયલ લાઈફ હીરો

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં માવુરા પાસે લિદ્દર નદીમાં રાફ્ટિંગ દરમ્યાન એક દુર્ઘટનામાં પર્યટકોને બચાવનાર એક ટ્રાવેલ ગાઈડનું મૃત્યુ થઇ ગયું હતું. જેને રિયલ લાઈફ હીરો ગણાવીને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે મૃતકના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયતા રકમ આપી છે.

Image Source

વાત એમ છે કે શુક્રવારે સાંજે લિદ્દર નદીમાં રાફ્ટિંગ કરતા સમયે એક બોટ ઉંધી થઇ ગઈ હતી. જે સમયે આ દુર્ઘટના ઘટી એ સમયે ખૂબ જ પવન હતો જેને કારણે નદીમાં વહેણ પણ ઝડપી હતું. બોટમાં સવાર બધા જ 7 પ્રવાસીઓ નદીમાં ડૂબી ગયા, ત્યારે બોટમાં સવાર ગાઈડ રઉફ અહમદ ડાર પોતાના જીવની ચિંતા કર્યા વિના આ લોકોને બચાવવા માટે નદીમાં કૂદી ગયો અને તેને ઝડપી વહેણ હોવા છતાં બધા જ પ્રવાસીઓને બચાવી લીધા હતા. પરંતુ પોતે ડૂબી ગયો.

Image Source

આ વાતની જાણકારી મળતા જ પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાઈ ગયા, ઘટના સ્થળે એસડીઆરએફની ટિમ પણ પહોંચી હતી. પરંતુ અંધારું હોવાના કારણે રઉફ અહમદ ડારને શોધી ન શકાયો. ફરી સવારે તેને શોધવાનું કામ શરુ કર્યું અને પછી તેનો મૃતદેહ ભવાની બ્રિજ પાસે નદીમાં મળ્યો. તેના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો છે.

Image Source

રઉફ અહમદ ડારે પોતાનો જીવ આપીને પ્રવાસીઓનો જીવ બચાવ્યો. અનંતનાગના ડેપ્યુટી કમિશનરે તેના આ સાહસિક કાર્ય માટે સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તેમને બહાદુરી પુરસ્કાર માટે તેના નામની ભલામણ કરી છે. ઉપરાંત રઉફ અહમદ ડારને રિયલ લાઈફ હીરો ગણાવીને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે તેના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયતા રકમ આપી છે. આ સિવાય રાજ્યના મુખ્ય સચિવએ પણ સંબંધિત અધિકારીઓને બહાદુર ગાઈડના પરિવારને સંભવ સહાયતા અને યોગ્ય વળતર આપવાનો આદેશ આપ્યો છે.

Image Source

અહીં નોંધનીય છે કે હાલ લિદ્દર નદીમાં પાણીનું વહેણ ખૂબ જ ઝડપી છે. આ નદી રાફ્ટિંગ માટે લાંબા સમયથી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે. દર વર્ષે અહીં મે, જૂન, જુલાઈ મહિનાઓમાં પ્રવાસીઓ માટે રાફ્ટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.