અમદાવાદમાં રસી લીધા પછી તબિયત લથડતા ગણતરીના કલાકોમાં જ ઘરના મોભીનું નિધન, દીકરાએ કહ્યું, “રસી સુરક્ષિત નથી.”

દેશમાં જ્યા એક તરફ કોરોનાની રસી લગાવવાનું મુહિમ શરૂ થઇ ચૂક્યું છે, અમુકને એક તો અમુકને રસીના બીજા ડોઝ અપાવવાના પણ શરૂ થઇ ચુક્યા છે. જ્યારે બીજી તરફ કોરોનાનો એકવાર ફરીથી રાફળો ફાટી નીકળ્યો છે, અને લોકો સંક્ર્મણમાં આવી રહ્યા છે. જેને લીધે દેશમાં સંક્રમણનો આંકડો લગાતાર વધતો જઈ રહ્યો છે અને લોકોની મૌત પણ થઇ રહી છે.

જો કે રસીકરણ વચ્ચે અમદાવાદના ઠક્કરબાપા વિસ્તારમાંથી એક સનસની ભરેલો મામલો સામે આવ્યો છે જ્યા 58 વર્ષના મનસુખભાઇ ગેડીયાનું કોરોનાની રસી લીધા બાદ 12 જ કલાકમાં મૌત થઇ ગઈ હતી.આ ઘટના બાદ પરિવારના અન્ય લોકોએ પણ રસી લેવાનું ટાળી દીધું છે.

મૃતકના પુત્ર અભિષેક ગેડીયાએ વાતચિતમાં કહ્યું કે પિતાને દોઢ વર્ષ પહેલા જ બાયપાસ સર્જરી કરાવવામાં આવી હતી. બે એપ્રિલના રોજ માતા-પિતા વેક્સિન લેવા માટે ગયા હતા જો કે પિતાએ બાયપાસ સર્જરીના રિપોર્ટ પણ સાથે જ રાખ્યા હતા જો કે ડોકટરોએ કહ્યું કે તમને રસી લેવામાં કઈજ વાંધો નહિ આવે. રસી લીધા પછી મનસુખભાઇ સવારે ઓફિસે ગયા હતા અને મોડી રાતે 12 વાગે શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી અને તાવ પણ આવી ગયો હતો અને તેની બે જ મિનિટમાં મૌત થઇ ગઈ.

પિતાનું નિધન થતા પરિવારના અન્ય લોકોએ પણ રસી લેવાનું ટાળી દીધું છે. જ્યારે તે વેક્સિન લેવા ગયા ત્યારે તે બાયપાસ સર્જરીના ડોક્યુમેન્ટ સાથે લઇને ગયા હતાં, જ્યાં ડૉક્ટરે રસી લેવામાં વાંધો નથી તેમ કહેતા રસી લેવામાં આવી હતી. અભિષેકએ કહ્યું કે પિતાને રસી આપતા પહેલા ડોક્ટરોને પણ પૂછી લીધું હતું પણ તેઓના મિસ ગાઈડન્સને લીધે તેમણે રસી લીધી એને તેની મોત થઇ હતી. દીકરાનું કહેવું છે કે આ રસી સેફ નથી, કેમ કે રસી લીધા પછી જ તેના પિતાની તબીયત બગડી અને તેની મોત થઇ હતી.

Krishna Patel