ખબર

આ યુવકે બનાવી AC વાળી પીપીઈ કીટ, હવે 5-6 કલાક સુધી ડોકટરો રહી શકશે ઠંડા

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો વ્યાપી ઉઠ્યો અને તેનાથી લોકોને બચાવવા માટે ડોકટરોએ ભગવાનનું રૂપ ધારણ કર્યું. ડોક્ટરોને પણ તેના સંક્રમણથી બચવા માટે પીપીઈ કીટ પહેરવી પડી. પરંતુ આ પીપીઈ કીટમાં સતત 5-6 કલાક સુધી રહેવું સહેલું નહોતું. ઘણા ડોકટરો અને સ્ટાફ પણ આ પીપીઈ કીટમાં સતત રહેવાના કારણે બેભાન થયાના સમાચાર પણ મળ્યા છે.  પરંતુ હાલમાં જ એક યુવકે એસી વાળી પીપીઈ કીટ બનાવી છે.

Image Source

આ એર કન્ડિશન વાળી કીટને બનાવી છે મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી એક યુવકે. જેને પહેર્યા બાદ કોરોના વોરિયર્સ શાંતિથી પોતાનું કામ પણ કરી શકે છે અને આ કીટ 5-6 કલાક સુધી ઠંડી પણ રહે છે. તેને પેટેન્ટ માટે મોકલી દેવામાં આવી છે. સરકારે પણ આ પીપીઈ કીટમાં રસ દાખવ્યો છે.

Image Source

એસી વાળી આ પીપીઈ કીટ બનાવનાર યુવક મોહંમદ મન્સૂરી ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગમાં બી-ટેક કરી રહ્યો છે. મન્સુરીએ પોતાના આ આવિષ્કારને વેન્ટિલેટેજ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્યુપમેન્ટ નામ આપ્યું છે. તેને પીપીઈ કીટ સાથે જોડીને કમર સાથે બાંધી શકાય છે. તેનું વજન પણ ખુબ જ હલકું છે. એટલા માટે વાપરવામાં પણ કોઈ મુસીબતનો સામનો નથી કરવો પડતો.

Image Source

જિલ્લા પ્રસાશને આ આવિષ્કારની પ્રસંશા કરતા ચિકિત્સા વિભાગ દ્વારા એક પ્રસ્તાવ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને પણ મોકલ્યો છે. પીએમઓને પણ આનું પ્રેજેન્ટેશન મોકલવામાં આવ્યું છે.

Image Source

તેનું વજન 800 ગ્રામ છે. તેને બનાવવામાં 3500 રૂપિયાનો ખર્ચ આવ્યો છે. તેની અંદર એરોડાયનેમિક્સ ટેકનિક ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનીક રોકેટના એન્જીનને ઠંડુ કરવામાં થાય છે. એક પાઇપ દ્વારા ઠંડી હવા પીપીઈ કીટની અંદર જશે. આ ઉપકરણને ચાર્જ કર્યા બાદ લગભગ 6 કલાક સુધી ચલાવી શકાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.