સુહાગરાત પર પત્નીએ શરમ ન રાખી તો પતિએ તમામ હદ પાર કરી દીધી
ઘણીવાર ફિલ્મો અને વેબ સિરીઝના પ્રભાવ વ્યક્તિના મગજ ઉપર એવા પડતા હોય છે કે તેની આખી વિચારસરણી જ બદલાઈ જતી હોય છે. ઘણા લોકોને આપણે વિડિઓ ગેમની પાછળ પણ પાગલ થઈ જતા જોયા હશે. ઘણા લોકો કેટલીક ગેમના કારણે જીવ પણ આપી દે છે અને ઘણા લોકો કોઈના જીવ લઈ પણ લેતા હોય છે. થોડા સમયથી ચાલતી વેબ સિરીઝ અને પબજી જેવી ગેમોએ કેવો પ્રભાવ પડ્યો છે એ આપણે સૌ જાણીએ જ છીએ.

પરંતુ આજે અમે જે વાત કરવાના છીએ એ પણ આવી ફિલ્મોના પ્રભાવથી ઘેરાયેલા એક વ્યક્તિની જ છે. એ વ્યક્તિ એમ જ માનતો રહ્યો કે જે ફિલ્મોમાં થાય છે તે હકીકતમાં પણ થતું જ હોય છે જેના કારણે તેની પત્ની સાથે સુહાગરાત્રે જે બન્યું તેના કારણે છૂટાછેડાની પણ અરજી કરી અને આખો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

વાત છે ભોપાલના એક યુવકની. આ યુવકે ફિલ્મો અને ટીવી સીરિયલમાં સુહાગરાતના દૃશ્યોને જોઈને એવી કલ્પના બાંધી લીધી હતી કે જે તેમાં બતાવે છે તે હકીકતમાં પણ થતું હોય છે, જેના કારણે જયારે તે યુવકના લગ્ન થયા ત્યારે સુહાગરાતે તેને વિચારેલું કંઈજ થયું નહિ અને એ સમયથી જ તેને પોતાની પત્ની માટે નફરત જાગવા લાગી હતી. લગ્નની પહેલી રાત્રે જયારે તે પોતાના રૂમમાં ગયો ત્યાર પહેલા તેને વિચાર્યું હતું કે તેની પત્ની પલંગમાં ઘૂંઘટ ઓઢીને બેઠી હશે, તે પોતાના હાથે ઘૂંઘટ ઊંચો કરશે, તેની પત્ની શરમાશે, દૂધનો ગ્લાસ આપશે પરંતુ હકીકતમાં એવું કાંઈજ થયું નહિ જયારે તે યુવક રૂમમાં ગયો ત્યારે તેની પત્ની ઘૂંઘટ ઓઢ્યા વગર જ બેઠી હતી અને યુવકનો સ્પર્શ થતા તે શરમાઈ પણ નહોતી જેના કારણે યુવકને ગુસ્સો આવતા તે ચાદર ઓઢીને સુઈ ગયો હતો.

યુવકની પત્નીને પણ આ વાતની કોઈ જાણ નહોતી તેના મનમાં હતું. બે વર્ષ સુધી બંનેનો સંબંધ જેમ તેમ ચાલ્યા કર્યો પરંતુ યુવકના મનમાંથી સુહાગરાતની એ વાત હજુ નીકળતી જ નહોતી. જેના કારણે તેને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. ફેમેલી કોર્ટમાં કેસ પણ ચાલુ થયો ત્યારે જજે યુવકને કાઉન્સીલિન્ગ માટે મોકલ્યો ત્યારે આ બાબતો સામે આવી.

યુવકની પત્નીને આ બાબતે પૂછતાં તેને જણાવ્યું હતું કે “અમારા લગ્ન 2017માં થયા હતા. લગ્ન પછી એમને માત્ર મારો ઘૂંઘટ ઉઠાવ્યો, ત્યાર પછી એ ઘણા જ દૂર રહેવા લાગ્યા, મેં એમનાં મનની વાત જાણવા માટે ખુબ જ પ્રયાસો કર્યા, પરંતુ એ મારી સાથે વાત કરવા માટે તૈયાર જ નહોતા. મને લાગ્યું કે તમેને કોઈ શારીરિક તકલીફ હશે, પરંતુ એવું હોત તો એ મારી સાથે વાત તો કરતા જ.”

જયારે કાઉન્સિલરે યુવકને કોઈ શારીરિક તકલીફ હોવા વિષે પૂછ્યું ત્યારે તેને જણવ્યું કે” તે એકદમ ફિટ છે. તેને કોઈ તકલીફ નથી, પરંતુ તેને તકલીફ તેની પત્નીના વર્તનથી છે. લગ્નની પહેલી રાત્રે તેને શરમ નહોતી આવતી, એ સામાન્ય જ હતી, મેં એને સ્પર્શ કર્યો ત્યારે પણ તેના શરીરમાં કંઈજ અસર ના થઇ. આ વાત સાબિત કરે છે કે તેનું ચારિત્ર્ય જ ખરાબ છે જેના કારણે હું તેનાથી દૂર રહેતો હતો.” કોર્ટ દ્વારા આ સમગ્ર મામલો જોતા યુવકને વધુ કાઉન્સિલિંગ કરાવવાનો નિર્ણય કર્યો છે, તેમજ હાલ છૂટાછેડાની અરજી મુલતવી રાખી છે.