નાગપુરમાં યુવક ગર્લફ્રેન્ડને લઈને પવાર વધવારની ગોળીઓ ખાઈને હોટેલમાં ગયો, પણ અચાનક જ મૃત્યુ પામ્યો- આંખ ઉઘાડનાર કિસ્સો
આજના સમયમાં પ્રેમ-પ્રકરણનાં ઘણા કિસ્સાઓ સામે આવે છે. જેમાંના અમુક તો એટલા હેરાન કરી દેનારા હોય છે કે તેના પર વિશ્વાસ જ કરવો અશક્ય બની જાય છે. આજના યુવાનો સ્ટેમિના વધારવા માટેની દવાઓ લેતા હોય છે, આ દવાઓ શરી માટે ખુબ જ હાનિકારક હોય છે. માત્ર થોડા સમયની મજા લોકોનું જીવન નષ્ટ કરી નાખે છે. આવો જ એક સનસની ભરેલો મામલો નાગપુર જિલ્લાના સાવનેર શહેરમાંથી સામે આવ્યો છે.

રિપોર્ટમાં જાણવા મળ્યું કે કથિત રૂપે અજય નામનો યુવક પોતાની ગર્લફ્રેન્ડને સાંજના સમયે કેશવ નામની લોજમાં લઈને ગયો હતો. આ સમયે બંનેએ સંબંધો પણ બાંધ્યા હતા. જો કે આ સમયે અજયે સ્ટેમિના વધારવા માટેની ટેબલેટ વાયેગ્રા લીધેલી હતી, એવામાં ટેબલેટના ઓવરડોઝને લીધે સબંધ બનાવતી વખતે અજય જમીન પર પડી ગયો અને બેભાન થઇ ગયો હતો.
અજયને બેભાન જોઈને પ્રેમિકાએ તરત જ અજયના અંગત મિત્રોને ફોન કર્યો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમયે સારવાર દરમિયાન અજયની મોત થઇ હતી, ડોક્ટરોએ જણાવ્યું કે અજયની મોત સ્ટેમિનાની દવાના ઓવરડોઝને લીધે થઇ છે. ઓવરડોઝને લીધે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો છે અને તેની મોત થઇ છે. ઘટનાની જાણ પોલીસને પણ આપવામાં આવી હતી.

રીપોર્ટ્સ અનુસાર, અજય એક વેલ્ડિંગ ટેક્નિશિયનના રૂપે કામ કરતો હતો અને તેના પોતાની 23 વર્ષની પ્રેમિકા સાથે આગળના ત્રણ વર્ષોથી સંબંધો હતા. બંનેની મુલાકાત ફેસબુક દ્વારા થઇ હતી અને ધીમે શિમે બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો, પરિવારને પણ આ વાતની જાણ હતી અને બંનેના અમુક દિવસોમાં લગ્ન પણ થવાના હતા. ડોક્ટરોએ જણાવ્યું કે વાયેગ્રાના ઓવરડોઝને લીધે મોત થવી દુર્લભ છે પણ તે સંભવ પણ છે. એવામાં પોલીસે અજયના પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે જેમાં સામે આવ્યું કે અજયના પર ઇજાના અન્ય કોઈપણ નિશાન નથી અને તેના ખિસ્સામાંથી વાયેગ્રાની ઘણી ગોળીઓ મળી આવી છે.હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે.