હું તેના માટે કોલડ્રિંક્સ લેવા ગયો અને તેણે એકાંતમાં મારી બૈરી જોડે…… મારાથી એ સહન ન થયું, એટલે હત્યા કરી, જાણો સમગ્ર મામલો 

ગુજરાતમાંથી હત્યાના બનાવ ઘણીવાર સામે આવે છે. કેટલીકવાર હત્યાના કારણમાં અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ પ્રકરણ હોય છે. ત્યારે હાલમાં જ કડીના કુંડાળ ગામનો એક યુવક ત્રણ દિવસથી ગુમ હતો અને તે બાદ તેની લાશ મંગળવારના રોજ મોઢેરા નજીક નર્મદા કેનાલમાંથી મળી આવી જે બાદ કડીમાં કરિયાણાની દુકાનમાં સાથે નોકરી કરતાં ભોંયણીના શખ્સે જ તેની હત્યા કી હોવાનું સામે આવ્યુ. મૃતકે આરોપીની પત્ની પાસે અઘટીત માંગણી કરી હતી અને આ બાબતને લઇને ગુસ્સે ભરાયેલા આરોપીએ નર્મદા કેનાલ પાસે લઇ જઇ તિક્ષ્ણ હથિયારથી તેની ઘા ઝીંકી હત્યા કરી નાખી અને પછી લાશને કેનાલમાં ફેંકી દીધી.  (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

મૃતક કરણ

કડીના કુંડાલ ગામે રહેતો કરણ કડી માર્કેટ યાર્ડમાં આવેલ અક્ષર કિરાણા સ્ટોરમાં દસ વર્ષથી નોકરી કરતો હતો અને તેના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. શનિવારે તે ઘરેથી કામ અર્થે જવા માટે નીકળ્યો પણ સાંજ સુધી પાછો ન ફરતા તેના પરિવારે શોધખોળ હાથ ધરી પણ તેની કોઈ ભાળ ન મળતા અંતે પરિવારે રવિવારે પોલીસનો સહારો લીધો અને રોજ જાણવાજોગ ફરિયાદ નોંધાવી. પોલીસે પરિવારની ફરિયાદ બાદ પૂછપરછ ચાલુ કરી અને તે જ્યાં નોકરી કરતો હતો ત્યાં પણ તપાસ કરી.

જે પછી દુકાનમાં લાગેલા CCTV તપાસ્યા અને તેની સાથે કામ કરતા જૈમિનની પણ પૂછપરછ કરી. જો કે, મંગળવારે મોઢેરા નર્મદા કેનાલમાંથી એક લાશ મળી આવી અને આ લાશ કરણની જ હોવાનું સામે આવ્યુ. લાશ પર ઇજાનાં નિશાનો જોવા મળતા પોલીસને જાણ થઇ ગઇ કે તેની હત્યા કરવામાં આવી છે. શનિવારે ઓચિંતા ગુમ થયેલા કરણની 3 દિવસ બાદ મંગળવારે લાશ મળી આવતા પરિવાર પણ આઘાતમાં આવી ગયો. હત્યાના મામલે પોલિસે તપાસ હાથ ધરી તો એક CCTV હાથ લાગ્યા જેમાં એક બ્લેક કાચવાળી કારમાં કરણ બેસીને ક્યાંક જતો જોવા મળ્યો.

તે પછી તપાસ કરતા કાર કરણ સાથે કામ કરતા જૈમિનની છે તે જાણ થઇ. દુકાનમાલિકને CCTVની જાણ થતાં માલિક ચકાભાઇ અને હરિભાઈએ જૈમિન સાથે ટેલિફોનિક વાતચીત કરી અને આ વાતચીતમાં જ તેણે હત્યા કર્યુ હોવાનું કબૂલ્યુ. દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, રેકોર્ડિંગમાં દુકાનના માલિકે જૈમિન સાથે વાત કરતાં જણાવ્યું કે તારી ગાડીમાં કરણ બેસીને જતો હોય એવા CCTV સામે આવ્યા છે અને પોલીસ એ આધારે તપાસ હાથ ધરી રહી છે. જે બાદ જૈમિન ગભરાઈ ગયો અને તેણે કહ્યુ મારી ગાડી તો કડીમાં જ હતી પણ હું નહતો,

જો કે દુકાન માલિકે થોડું ભાર દઈને પૂછ્યું કે તમે લઈ ગયા હોય તો હજુ પણ કહી દેજો. કરણની પત્ની હજુ સુધી જમી નથી અને જે પણ હોય એ કહી દેજો. ત્યારે આ દરમિયાન જૈમિન ભાંગી પડ્યો અને તેણે જે પણ ઘટના બની તે જણાવી દીધી. તેણે જણાવ્યું કે ત્રણ-ચાર દિવસ પહેલાં કરણને કોઈ કારણસર એક લાખ રૂપિયાની જરૂર હતી, તો તેણે મારી પાસે માગ્યા કે તારી જોડે હોય તો મને કરી આપ હું તને પાછા આપી દઈશ.

મેં ત્યારે કરણને કહ્યું કે વધારે વ્યાજ ચૂકવવું પડશે. તો તેણે હા પણ પાડી. તે પછી શનિવારે કરણે ફરી રૂપિયાની માગણી કરી તો મેં તેને ત્યારે રૂપિયાનું સેટિંગ કરાવી આપવાની બાંયધરી આપી. શનિવારે ફરી રૂપિયાની માગણી કરતાં તે બંને તેના ઘરે ગયા હતા, અને આ દરમિયાન જૈમિને તેની પત્નીને ચા બનાવવા કહ્યું પણ ઘરમાં દૂધ અને ચાની ભૂકી ન હોવાથી તે ચાની જગ્યાએ કંઇ ઠંડું લેવા ગામમાં ગયો. તે દરમિયાન કરણને મારી પત્ની પાણી આપવા આવી તો તેણે મારી પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું તારે મારી સાથે બોલવું છે,

તે પછી જૈમિનની પત્ની દોડતી બહાર આવી ગઈ અને તે ફણ ફટાફટ ઠંડું લઈને આવ્યો. જો કે, તે પાછો આવ્યો તો તેને તેની પત્નીએ જણાવ્યુ કે તમારો મિત્ર મારી છેડતી કરે છે. મને કહે છે તારે મારી સાથે બોલવું છે. તે કહે છે કે, આ વાત સાંભળ્યા મને ખૂબ ગુસ્સો આવ્યો અને મેં પહેલા અંદર જઈને તેને બે ધોલ ફટકારી પુછ્યું, તે કેમ આવું કર્યું. તો કરણે ના પાડી કે તેણે આવું કંઈ નથી કર્યું તે પછી મને વધારે ગુસ્સો આનવતા હું તેને મારી ગાડીમાં બેસાડી મોઢેરા કેનાલ તરફ નીકળી ગયો અને રસ્તામાં પણ મેં તેને ઘણીવાર પુછયું કે તે મારી પત્નીને પ્રપોઝ કર્યું છે ?

આરોપી જૈમિન

તો પણ તે ના જ પાડતો રહ્યો. આખરે મેં કેનાલ આગળ જઈને ગાડી ઊભી રાખી અને તેને બહાર કાઢીને ફરી પૂછયું, પણ તે ના પાડતાં ફરી તેને બે ધોલ ફટકાર્યા. તે પછી તે હા બોલ્યો અને કહ્યુ કે મારાથી ભૂલ થઈ ગઈ. મેં તારી પત્ની સાથે આવું કર્યું. કરણે હા પાડતા જૈમિનને વધારે ગુસ્સો આવ્યો અને તેણે આ દરમિયાન ચપ્પુના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી લાશને કેનાલમાં ફેંકી દીધી. તે પછી જૈમિને કહ્યુ કે- મારાથી આ વાત સહન ના થઈ એટલે મેં તેને પતાવીને કેનાલમાં નાખી દીધો હતો.

લફરા બાબતનું હતું એટલે મારાથી સહન થયું નહીં. જો કે, આ વાત દુકાન માલિકને ખબર પડતા જ તેમના પગ નીચેથી તો જમીન જ સરકી ગઈ અને પરિવારજનોને તેમણે જાણ કરી. તે પછી આ રેકોર્ડિંગ કડી પોલીસને આપવામાં આવ્યું અને જૈમિને ટેલિફોનિક હત્યાની કબુલાત કરતા હવે પોલીસ દ્વારા તેને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

Shah Jina