સલૂનમાં વાળ કપાવવા માટે ગયેલા આ યુવકનું છલકાયું દર્દ, સલુણવાળાએ એવું ગીત વગાડ્યું કે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો… જુઓ વીડિયો

સલૂનમાં વાળ કંપાવતી વખતે આ ગીત વાગતા જ હીબકા ભરી ભરીને રડવા લાગ્યો ગ્રાહક, લોકોએ કહ્યું, “કોઈએ બહુ મોટો દગો આપ્યો છે…” જુઓ વીડિયો

મોટાભાગના લોકો સલૂનમાં વાળ કે દાઢી કરાવવા માટે જતા હોય છે. ત્યારે સલૂન વાળા પોતાના સલૂનની અંદર ગીતો પણ વગાડતા હોય છે. તેમની પાસે ગીતોનું એવું કલેક્શન હોય છે કે તે સાંભળ્યા જ કરવાનું મન થાય. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકોને પેટ પકડીને હસાવ્યા છે.

તમે પણ ઘણીવાર કોઈ જગ્યાએ એવું દર્દ ભરેલું ગીત સાંભળ્યું હશે જે તામ્ર દિલની ખુબ જ નજીક હશે અને એ સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી ગયા હશે અને ભાવુક પણ થઇ ગયા હશો. ત્યારે આવું જ કંઈક આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જેમાં એક વ્યક્તિ સલૂનમાં વાળ કપાવવા માટે જાય છે અને સલૂનવાળો ગીત વગાડવાનું શરૂ કરે છે.

વાળ કાપવા વાળો દર્દ ભરેલું ગીત “કૈસા સિલા દિયા” વગાડવાનું શરૂ કરતા જ વાળ કપાવવા બેઠેલા ભાઈની આંખોમાં આંસુઓ આવી જાય છે. થોડી જ વારમાં આ વ્યક્તિ હીબકા ભરી ભરીને રડવા લાગે છે, આ જોઈને સલુણવાળો પણ પેટ પકડીને હસવા લાગે છે. આ ઘટનાનો વીડિયો કોઈને બનાવિને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા વાયરલ થઇ ગયો.

આ વીડિયો આમ તો ઘણો જૂનો છે, પરંતુ હવે તે ફરીથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપતા જોવા મળી રહ્યા છે. કોઈ એમ કહી રહ્યું છે કે સલૂનમાં આવા ગીતો ના વગાડવા જોઈએ. તો કોઈ એમ પણ કહે છે કે આ ભાઈએ કેટલું દર્દ સહન કર્યું હશે કે ગીત વાગતા જ આંખોમાં આંસુઓ આવી ગયા.

Niraj Patel