ચાહક હોય તો આવો, આ વ્યક્તિ આજે પણ શ્રીદેવીને માને છે પોતાની પત્ની, દરેક પુણ્યતિથિએ આપે છે ખાસ રીતે શ્રદ્ધાંજલિ

બોલીવુડના કલાકારોના ચાહકો તમને દરેક ગલી અને ઘરમાં જોવા મળે છે. આ ચાહકોનું પાગલપન પણ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ, ઘણા ચાહકો પોતાના ગમતા અભિનતા કે અભિનેત્રીના નામના ટેટુ બનાવે છે તો કોઈ તેમના જેવા કપડાં પહેરે છે તો કોઈ તેમના જેવી હેરસ્ટાઇલ કરાવે છે અને જો તેમના ગમતા કલાકારનું નિધન થઇ જાય તો તે દુઃખમાં પણ સરી પડે છે.

પરંતુ આજે અમે તમને દિવંગત અભિનેત્રી શ્રીદેવીના એવા ચાહકની વાત કરવાના છીએ જે શ્રીદેવીનો ચાહક જ નથી, પરંતુ તે શ્રીદેવીને પોતાની પત્ની જ માને છે. અને શ્રીદેવીની પુણ્યતિથિએ ખાસ રીતે શ્રદ્ધાંજલિ પણ આપે છે.

24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીની પુણ્યતિથિ હતી. તો એ દિવસે શ્રીદેવીને પત્ની માનનારા તેના આ ચાહકે ગામની અંદર ખાસ રીતે પુણ્યતિથિ ઉજવી અને સમગ્ર ગ્રામજનોને આમંત્રણ આપ્યું, તેમજ ગ્રામજનોએ શ્રીદેવીની તસ્વીર ઉપર ફૂલો પણ અર્પણ કર્યા.

શ્રીદેવીના આ ચાહકનું નામ છે ઓમપ્રકાશ મહેરા. તે મધ્યપ્રદેશના શ્યોપુરથી 10 કિલોમીટર દૂર આવેલા દદુનિ ગામનો રહેવાસી છે. તે 1986માં જ શ્રીદેવીને પોતાનું દિલ આપી બેઠો હતો. જેના માટે ઘણીવાર તેને પોતાના પરિવારની નારાજગીનો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ તે રૂપની રાણીનો પોતાને રાજા જ માની બેઠો હતો. તે શ્રીદેવીનો એટલો મોટો આશિક બની ગયો હતો કે તેને શ્રીદેવી સિવાય ક્યારેય કોઈ બીજી યુવતી વિશે વિચાર્યું પણ નહિ.

ઓમપ્રકાશને ક્યારેય શ્રીદેવીને મળવાનો મોકો નથી મળ્યો, પરંતુ તેનું દિલ આજે પણ ફક્ત શ્રીદેવી માટે જ ધડકે છે. ખાસ વાત તો એ છે કે ઓમપ્રકશે આજ સુધી લગ્ન પણ નથી કર્યા. ખાસ વાત તો એ છે કે તેને શ્રીદેવીને પોતાના આધારકાર્ડ, રેશનકાર્ડ સમેત બધા જ કાગળિયામાં પત્ની તરીકે સ્થાન આપી દીધું છે.

53 વર્ષના ઓમપ્રકાશને શ્રીદેવી સાથે એક તરફી પ્રેમ હતો. જેમની કહાની આખા ક્ષેત્રમાં ખુબ જ પ્રચલિત છે. 24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીની પુણ્યતિથિ નિમિત્તે ગામની અંદર સભા રાખવામાં આવી અને ગ્રામજનોએ શ્રીદેવીની તસ્વીર ઉપર પુષ્પ અર્પણ કર્યા સાથે જ આ પ્રસંગે 51 કન્યાઓને મૃત્યુ ભોજન કરાવીને તેમને દક્ષિણા પણ આપી. ઓમપ્રકાશ શ્રીદેવીની દરેક પુણ્યતિથિએ તેને શ્રદ્ધાંજલિ આપે છે.

ઓપી મહેરા જયારે 9માં ધોરણમાં ભણતા હતા ત્યારે તેમને શ્રીદેવીની ફિલ્મ “જસ્ટિસ ચૌધરી” જોઈ હતી અને ત્યારથી જ શ્રીદેવીને દિલ આપી ચુક્યા. સતત 29 દિવસ સુધી આ ફિલ્મ જોઈને મહેરાનો પ્રેમ વધતો ગયો. તે મનમાં જ શ્રીદેવીને પોતાની પત્ની માની બેઠા અને ક્યારેય લગ્ન જ ના કર્યા. તેમને લગ્ન માટે 21 છોકરીઓના માંગા પણ ઠુકરાવી દીધા હતા અને આજે પણ એકલા જ જીવન વિતાવે છે.

ઓમપ્રકાશ પોતાના ગામની અંદર શ્રીદેવીની 5 ફૂટની પ્રતિમા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તે કહે છે કે “શ્રીદેવીને પત્ની માની છે તો પતિનો ધર્મ પણ નિભાવીશ. જ્યાં સુધી જીવતો રહીશ. દર વર્ષે પુણ્યતિથિ મનાવીશ. ભગવાને આ જન્મમાં ના સાંભળ્યું કદાચ, આવતા જન્મમાં અમે સાચે જ જીવનસાથી બનીશું.”

Niraj Patel