લવ મેરેજના એક વર્ષ બાદ પતિએ હાથની નસ કાપી કરી લીધી આત્મહત્યા ! 4 પેજની સુસાઇડ નોટમાં સામે આવી હકિકત

લક્ષ્મણે એક વર્ષ પહેલા અમદાવાદમાં લગ્ન કર્યા હતા, સ્વરૂપ્વાન પત્ની લગ્ન કરીને કોર્ટમાં કહ્યું આવું તો બિચારા પતિએ કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટ વાંચીને રડવું આવી જશે

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં કોઇ પોતાનું જીવન ટૂંકાવી લેતુ હોય છે અથવા તો લગ્નમાં મળેલ દગાને કારણે કોઇ મોતને વહાલુ કરતુ હોય છે. ત્યારે હાલ લવ મેરેજ કર્યાના એક વર્ષ બાદ મેલ નર્સે હાથની નસો કાપીને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવક પાસેથી ચાર પેજની સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમા લખ્યું હતુ કે- મારા મૃત્યુ માટે મારી પત્ની જવાબદાર છે. હું મારા માતા-પિતાની અપેક્ષાઓ પ્રમાણે જીવી ન શકવા બદલ તેમની માફી માંગુ છું. જણાવી દઇએ કે, આ મામલો જોધપુરના ભદવાસિયા વિસ્તારનો છે.

27 વર્ષીય લક્ષ્મણે મંગળવારે સવારે પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરી હતી. લક્ષ્મણ જોધપુરના પાઓટામાં સેટેલાઇટ હોસ્પિટલમાં નર્સ હતો. એક દિવસ અગાઉ એટલે કે સોમવારે યુવકની પત્નીએ કોર્ટમાં માતા-પિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ કોર્ટે મહિલાને તેના માતા-પિતાને સોંપી હતી. ઘટનાની વિગત જોઇએ તો મૃતક લક્ષ્મણે 15 એપ્રિલ 2021ના રોજ ઘરેથી ભાગીને અમદાવાદમાં એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ અંગે યુવતીના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોધપુર એડીસીપીએ જણાવ્યું કે 10 એપ્રિલ 2022ના રોજ યુવતિને પોલીસે શોધી કાઢી અને તેના માતા-પિતાને સોંપી.

એક અઠવાડિયા પહેલા લક્ષ્મણે રાજસ્થાન હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. સોમવારે હાઈકોર્ટના આદેશના પાલનમાં પોલીસે યુવતીને હાઈકોર્ટમાં રજૂ કરી હતી. હાઈકોર્ટમાં યુવતીએ પતિને બદલે માતા-પિતા સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જેના પર હાઈકોર્ટે તેને તેના માતા-પિતા સાથે મોકલી આપી હતી. તેનાથી દુઃખી થઈને લક્ષ્મણે પોતાનો જીવ આપી દીધો. મોતના થોડા કલાકો પહેલા તેણે યુવતી સાથે ફોન પર લાંબી ચેટ પણ કરી હતી. જે બાદ ચાર પેજની સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી. સુસાઈડ નોટમાં મોટાભાગની જગ્યાએ માત્ર યુવતીનો જ ઉલ્લેખ છે.

લક્ષ્મણના પિતાએ જણાવ્યું કે મંગળવારે સવારે તેમનો પુત્ર ઘરમાં મૃત હાલતમાં મળ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશ સોંપી હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. લક્ષ્મણે સુસાઈડ નોટમાં પત્નીને ઉલ્લેખી લખ્યુ હતુ કે Always love you pagal. જીવવાનું કારણ જ મૃત્યુનું કારણ બની જાય તો શું કરી શકાય. મારા મૃત્યુનું કારણ તું જ છે. હું અને મારો પરિવાર તને આ માટે ક્યારેય માફ કરી શકશે નહીં. કારણ કે તે મને એવા સમયે છોડી દીધો જ્યારે હું બધાથી લડી રહ્યો હતો. હું પરિવારને મનાવવામાં વ્યસ્ત હતો. તેઓ બધા સંમત થયા, પણ તે શું કર્યું ? જવાબ બદલી નાખ્યો. તને લગ્ન કરવાની મનાઈ હતી, પણ તારો આગ્રહ હતો.

બધાએ સમજાવ્યું, પણ તુ સાંભળી નહીં. લગ્ન પછી પણ બધાએ સમજાવ્યું હતું કે ક્યારેય તારો સાથ ન છોડુ. મેં તને એમ પણ કહ્યું હતું કે લગ્ન પછી છોડી દઈશ તો હું મરી જઈશ. હું આજે એ જ કરી રહ્યો છું. મારો શું વાંક હતો કે તે મને આવી સજા આપી. તું હવે ના મરતી હું જ પહેલા મરી જઉ છું. સમય સાથે બધું સારું થઈ જશે. મારા મૃત્યુ પછી તારા પરિવારના સભ્યો તને પહેલા જેવી સ્વતંત્રતા આપશે અને તુ પણ સારી રીતે જીવી શકીશ. તે તારી પોતાની મરજીથી લગ્ન કર્યા છે. તે જે કહ્યું તે મેં કર્યું. હું તને મારી દુનિયા કહેતો હતો. તું મારી દુનિયા હતી હવે તુ મને કહે કે હું તને કેવી રીતે માફ કરું? આઇ લવ યુ…મારું કાર્ટૂન…પાગલ…લાડો.

લક્ષ્મણે તેના માતા-પિતાને સોરી કહેતા લખ્યું- તમને બંનેને ઘણું દુઃખ થયું છે. પપ્પા, હું શું કરું… હું રડીને પરેશાન છું. હું અંદરથી સાવ તૂટી ગયો છું. કોઈને કહી પણ નથી શકતો. કારણ કે આ કોઈને સમજાતું નથી. હંમેશા તમારી વિરુદ્ધ. તેમ છતાં તમે મને દરેક જગ્યાએ ટેકો આપ્યો. ક્યારેય કોઈ વસ્તુની કમી ન રહેવા દીધી. જે માંગ્યું તેના કરતાં વધુ આપ્યું. હું તમારું સપનું પૂરું ન કરી શક્યો…સોરી. તમારો નાલાયક દીકરો… મૃતકે પોલિસ સહિત એમએલએ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

Shah Jina