આ વસ્તુ ગટગટાવીને 50 ફૂટ ઊંચી પાણીની ટાંકી ઉપર ચઢી કરવા લાગ્યો ડાન્સ, નીચે લોકોના જીવ થઇ ગયા અઘ્ધર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર ઘણી ઘટનાઓના વીડિયો રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, જેમાં ઘણા લોકો એવી વિચિત્ર ઘટનાઓ કરતા હોય છે કે તેને જોઈને હસવું પણ આવે અને ઘણીવાર ગુસ્સો પણ આવે.હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવક 50 ફૂટ ઊંચી પાણીની ટાંકી ઉપર ચઢી અને ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને “શોલે” ફિલ્મના વીરુની યાદ ચોક્કસ આવી જાય.

આ વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના સદર તાલુકાના ગેટ ઉપર આવેલી પાણીની ટાંકીનો હોવાનું સામે આવ્યું છે જેના ઉપર એક યુવક ચઢી જાય છે અને પછી પોતાના મોબાઈલની અંદર ગીતો વગાડી અને ડાન્સ કરતો જોવા મળે છે.એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ યુવક નશાની હાલતમાં હતો. આ મામલામાં સ્થાનિક પોલીસ સ્થળ ઉપર પહોંચી અને યુવકને ટાંકી ઉપરથી નીચે ઉતાર્યો હતો. સાથે જ જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ યુવક પહેલા પણ ટાંકી ઉપર ચઢવાની હરકત કરી ચુક્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે યુવકે નશાની હાલતમાં ધીમે ધીમે પગથિયાં ચઢીને 50 ફૂટ ઉપર બનેલી ટાંકી ઉપર ચઢી ગયો અને ડાન્સ કરવા લાગ્યો. જુઓ તમે પણ આ વીડિયો….

Niraj Patel