બીજા લગ્ન કરવાની જીદ પકડીને 11000 વોલ્ટેજના થાંભલા પર ચઢી ગયો 60 વર્ષનો આધેડ,પછી પોલીસે કર્યું આવું

કહેવામાં આવે છે કે જેને પ્રેમ કરતા હોઈએ ઝઘડો પણ તેની જ સાથે થતો હોય છે. અને વાત જો પતિ-પત્નીના સંબંધની આવે તો બંને વચ્ચે લડાઈ-ઝઘડો થવો સામાન્ય વાત છે. પતિ પત્નીના સંબંધમાં લડાઈ કરવી, નારાજ થવું-મનાવવું વગેરે તો ચાલતું જ રહેવાનું છે.પણ છત્તીસગઢનો એક વ્યક્તિ પોતાની પત્નીથી એટલી હદ સુધી નારાજ થઇ ગયો કે એવું વિચિત્ર કામ કરી બેઠો કે જેને જાણીને તમને પણ નવાઈ લાગશે.

Image Source

પોલીસના આધારે તે વ્યક્તિ નશામાં ધૂત હતો અને તેની પત્ની તેને કહ્યા વગર જ ક્યાંક ચાલી ગઈ હતી, જેનાથી તે ખુબ નારાજ થઇ ગયો હતો અને થાંભલા પર ચઢી ગયો. આ વ્યક્તિને નીચે ઉતારવા માટે તેને લોકોએ ખુબ સમજાવ્યો છતાં પણ તે ન માન્યો જેના પછી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હેમ ખેમ કરીને વ્યક્તિને થાંભલા પરથી નીચે ઉતાર્યો હતો.

આ સિવાય અમુક દિવસો પહેલા પણ રાજસ્થાનથી આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો હતો જેમાં અહીંના પાંચ બાળકોના પિતા જેની ઉમર હાલ 60 વર્ષની છે, જે આત્મહત્યા કરવાના ઈરાદાથી વીજળીના 11 હજાર વોલ્ટેજ વાળા થાંભલા પર ચઢી ગયા.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

મળેલી જાણકારીના આધારે આ વૃદ્ધની પત્ની ચાર વર્ષ પહેલા જ દુનિયા છોડી ચાલી ગઈ હતી અને તે આ ઉંમરે બીજા લગ્ન કરવા માગતા હતા.તે બીજા લગ્ન માટે પોતાના બાળકો પણ પર દબાવ બનાવી રહ્યા હતા. સ્થાનિક લોકોએ વીજળી વિભાગને જાણ કરી અને પાવર કનેક્શન કાપી નાખવામાં આવ્યું જેને લીધે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી.જેના પછી તેને નીચે ઉતારવામાં આવ્યા હતા.

Krishna Patel