આ કાકાએ તો ભારે કરી, એક બે નહિ પરંતુ 11 વાર લઇ લીધી કોરોનાની વેક્સિન, 12મી વખત પણ ડોઝ લેવા ગયા અને આ રીતે ફૂટ્યો ભાંડો

છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ આખી દુનિયાને હેરાન કરી રહ્યો છે, વાયરસથી બચવા માટે દુનિયાભરમાં વેક્સિનેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મોટાભાગના લોકોએ વેક્સિનમાં બંને ડોઝ પણ લઇ લીધા છે, પરંતુ આ દરમિયાન એક ચોંકવાનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક કાકાએ 11 વાર કોરોનાની વેક્સિન લીધી હોવાનું સામે આવ્યું.

બિહારના મધેપુરાના 84 વર્ષીય બ્રહ્મદેવ મંડલનો દાવો છે કે તેમને કોરોના વાયરસના રક્ષણ માટે આપવામાં આવતી વેક્સિનનો ડોઝ બે વાર નહિ પરંતુ 11 વાર લગાવ્યો છે. 12મી વાર પણ તેઓ વેક્સિન લેવા માટે ગયા હતા, પરંતુ ત્યાં જ તેઓ પકડાઈ ગયા અને તેમનો ભાંડો ફૂટી ગયો.

(પ્રતીકાત્મક તસવીર)

બ્રહ્મદેવ મંડલનો દાવો છે કે 11 વાર વેક્સિન લેવાના કારણે તેમને ખુબ જ આરામ મળ્યો છે. એટલું જ નહીં તેમની પીઠ અને ઘૂંટણનો દુખાવો પણ સારો થઇ ગયો છે. વૃદ્ધના આ દાવા બાદ સ્વાસ્થ્ય વિભાગ ઉપર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધના આ દાવા બાદ સ્વાસ્થ્ય વિભાગ આ સંબંધમાં જાણકારી ભેગી કરવામાં લાગી ગયું છે.

(પ્રતીકાત્મક તસવીર)

12મી વાર બ્રહ્મદેવ વેક્સિન લેવા માટે ચૌસા સેન્ટર ઉપર પહોંચ્યા ત્યારે તેમનો ભેદ ખુલી ગયો.વૃદ્ધના આ દાવા બાદ મુખ્ય સચિવ દ્વારા પણ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા સિવિલ સર્જન અમરેન્દ્ર નારાયણ શાહીએ જણાવ્યું કે એ  તપાસ ચાલી રહી છે કે વૃદ્ધનો દાવો ખોટો છે કે સાચો. તેમને કહ્યું કે નિયમાનુસાર કોઈપણ વ્યક્તિ બેથી વધારે ડોઝ ના લઇ.શકે  જો વૃદ્ધનો દાવો યોગ્ય છે તો સંબંધિત અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે.

પોસ્ટ વિભાગમાંથી સેવા નિવૃત્ત  કર્મચારી બ્રહ્મદેવ મંડલ દ્વારા જણાવવામાં આવ્યું કે અલગ અલગ અવસર ઉપર તેમને રજીસ્ટ્રેશન માટે આધાર અને ચૂંટણી કાર્ડનો ઉપયોગ કર્યો. તેમને જણાવ્યું કે પહેલો ડોઝ 11 મહિના પહેલા લીધો હતો. તેમની પાસે તેની યાદી છે. જેમાં લખેલું છે કે તેમને કયા અવસર પર કોરોનાની રસી લગાવી.

Niraj Patel