અમદાવાદીમાં યુવતીને એવી રીતે ફસાવી કે અધધધધ લાખ ખંખેરી લીધા, ઓનલાઇન થઇ મુલાકાત, ડોક્ટર યુવક અને યુવતી એક જ રૂમમાં રોકાયા અને….

અમદાવાદીઓ સાવધાન: યુવતીને એવી રીતે ફસાવી કે અધધધધ લાખ ખંખેરી લીધા, ઓનલાઇન થઇ મુલાકાત, ડોક્ટર યુવક અને યુવતી એક જ રૂમમાં રોકાયા અને….

ગુજરાતમાંથી ઘણીવાર છેતરપિંડીના કિસ્સાઓ સામે આવે છે. અવાર નવાર કોઇ વ્યક્તિને વધુ પૈસાની લાલચ આપી કે પછી કોઇ યુવતિ કે મહિલાને લગ્નની લાલચ આપી તેની પાસેથી પૈસા ખંખેરવામાં આવતા હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી એક યુવતિ સાથે 40 લાખથી પણ વધુની છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યુ છે. ઓનલાઇન એપ દ્વારા એક યુવક સાથે મિત્રતા કરવી એક યુવતિને ભારે પડી છે. આરોપીએ લગ્નની વાતો કરી મુંબઈની મોટી હોસ્પિટલમાં સર્જન હોવાનું કહ્યુ અને રોજેરોજ અલગ અલગ દેશમાં સર્જરી કરવા જતો હોવાનું કહી યુવતીને પોતાની જાળમાં ફસાવી અને પછી વિશ્વાસ કેળવી લીધા બાદ તેની પાસેથી 47.50 લાખ ખંખેરી લીધા હતા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની વિગત તપાસીએ તો, 32 વર્ષીય યુવતી ઇન્ટિરિયર ડિઝાઇનરનું કામ કરે છે અને તે ન્યુ મણીનગર વિસ્તારમાં રહે છે. તેનો સંપર્ક વર્ષ 2021માં બમ્બલ એપ્લિકેશન દ્વારા અર્જુન મોટવાણી નામના યુવક સાથે થયો હતો અને અર્જુન પોતે કાર્ડયોલૉજીસ્ટ સર્જન હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત તેણે એવું કહ્યુ હતુ કે, તે મુંબઈ ખાતે આવેલી લીલાવતી તથા બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં કામ કરી હાલ અમદાવાદ એપોલો હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન યુવતીએ અર્જુનનો મોબાઇલ નંબર લીધો અને તેણે પોતાનો નંબર પણ અર્જુનને આપ્યો હતો. જે બાદ બંને વચ્ચે વોટ્સએપથી વાતચીત થતી હતી.

ત્યારબાદ અર્જુને યુવતીને કહ્યુ- એપોલો હોસ્પિટલથી સર્જરી માટે તેને કોચિન ખાતે મોકલ્યો છે. તે થોડા દિવસ પછી યુવતીને પહેલીવાર રૂબરૂ મળવા કોચિનથી વસ્ત્રાપુર ખાતે આવેલી યુવતીની ઓફિસે આવ્યો અને ત્યાં બંને વચ્ચે લગભગ 2-3 કલાક સુધી વાતચીત પણ થઇ. થોડા દિવસ પછી અર્જુને કહ્યુ તેને બે દિવસ ઓફ છે અને આ દરમિયાન તેણે યુવતીને કોચીન બોલાવી. જ્યાં અર્જુન અને આ યુવતી એક રૂમમાં રોકાયા. આ દરમિયાન અર્જુને પોતાના પરિવાર વિશે પણ વાતો કરી. અર્જુને કહ્યુ કે, તેની બહેનના લગ્ન થઈ ગયા છે અને તેના માતા-પિતા લંડન ખાતે રહે છે.

તે બાદ તે યુવતિને અમદાવાદમાં ઘર શોધી રાખવા જણાવી બીજી સર્જરી માટે ચેન્નઈ જવાનું કહી ત્યાંથી નીકળી ગયો હતો. તે બાદ ધીરે ધીરે તેણે આ યુવતિને વિશ્વાસમાં લીધી અને લગ્નની વાતચીત કરી.જે પછી તેણે ધીરે ધીરે રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું.તે પોતે શ્રીનગરમાં મેડિકલ કેમ્પ ચલાવે છે અને ચેન્નઈમાં ઘરડાઘર ચલાવે છે તેવી મોટી મોટી વાતો કરી અલગ અલગ બહાને આ યુવતી પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા.એક જ વર્ષમાં અર્જુને યુવતિ પાસેથી 30 લાખ 50 હજાર રૂપિયા ખંખેર્યા અને પછી પોતે શ્રીનગર આવ્યો છે અને તું શ્રીનગર આવજે જ્યાં તારા રૂપિયા પરત આપી દઈશ તેમ કહી ફરી યુવતીને જાળમાં ફસાવી હતી.

રૂપિયા પરત માગતા આરોપીએ અર્જુને કહ્યુ કે, એક માણસને તે રૂબરૂ મોકલી આપશે અને રોકડા પૈસા આપી દેશે. તેણે યુવતિ પાસેથી અલગ અલગ બહાને 47.50 લાખ રૂપિયા ખંખેર્યા અને લગ્નની ખોટી ખોટી વાતો કરી છેતરપિંડી આચરી. યુવતિને પોતાની સાથે છેતરપિંડી થઇ છે તેવું ભાન આવતા તેણે આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Shah Jina