વિશાળકાય અજગરને ખભા ઉપર ઊંચકીને પગથિયાં ચઢી રહ્યો હતો આ વ્યક્તિ, વીડિયો જોઈને લોકોનો પરસેવો પણ છૂટી ગયો, જુઓ

ઇન્ટરનેટ ઉપર રોજ ઘણા બધા વિષયોને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ પ્રાણીઓને લગતા ઘણા વીડિયો લોકોને હેરાનીમાં પણ મુકતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ વિશાળકાય અજગરને ઊંચકીને ચાલતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને લોકો પણ હેરાનીમાં મુકાઈ ગયા.

આ વાયરલ વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક માણસ એક વિશાળ અજગરને કોઈ કોથળો ખભા ઉપર નાખીને ચાલતો હોય તેમ લઈ જઈ રહ્યો છે. અજગર એટલો ઊંચો છે કે તેનું અડધું શરીર જમીન પર ખેંચાઈ રહ્યું છે. માણસ ધીમે ધીમે ચાલે છે અને અજગર સાથે પૂરી તાકાતથી સીડીઓ ચઢે છે. તેની મહેનત જોઈને સ્પષ્ટ થાય છે કે અજગરનું વજન કેટલું છે.

આ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પેજ world_of_snakes_ પરથી શેર કરવામાં આવી છે, જેને 37 હજારથી વધુ લાઈક્સ અને 6 લાખ 52 હજાર વ્યૂઝ મળ્યા છે. આ અદ્ભુત નજારો જોઈને સેંકડો લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જ્યાં કેટલાક યુઝર્સે પૂછ્યું કે શું આ અજગર જીવતો છે? તો ત્યાં કેટલાક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને લખ્યું “આ વ્યક્તિ જે રીતે અજગરને ખેંચી રહ્યો છે, તેનાથી તેને ગંભીર ઈજા થઈ શકે છે.

આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ ક્લિપ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. ઘણા લોકો કોમેન્ટમાં પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે, લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel