અમદાવાદમાંથી સામે આવી રૂંવાડા ઊભા કરી દેનારી ઘટના , પ્રેમી સાથે મળીને પ્રેમિકાએ મંગેતરને ઉતારી દીધો મોતને ઘાટ

સોશિયલ મીડિયા અને સમાચારોમાં સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ રોજ બરોજ સાંભળવા મળે છે. હાલ એવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જ્યાં પ્રેમિકાએ પોતાના પ્રેમી સાથે મળી અને તેના મંગેતરની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. હવે ઘટનાનો પર્દાફાશ થઇ ગયો છે.

પ્રપાત માહિતી અનુસાર અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા યુવકનો 18 જુલાઈના રોજ ગુમ થયા બાદ તેનો મૃતદેહ કડીમાંથી મળી આવ્યો હતો. જેના બાદ યુવકની મોતનું રહસ્ય ઉકેલાયું હતું. અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

આ બાબતે મળી રહેલ વધુ માહતી અનુસાર ગત 18 જુલાઇના રોજ નદીમ કુરેશી પોતાની મંગેતર બિલકીશ બાનુંને મળવા માટે અમદાવાદથી કડી ગયો હતો. ત્યારબાદ ઘરે પરત નહિ ફરતા પરિવારે સરખેજ વિસ્તારમાં ગુમ થયા બાબતની જાણવા જોગ નોંધાવી હતી. જે અંગે SOGની ટીમે ખાનગી રાહે તપાસ કરતા પ્રેમ પ્રકરણમાં બનાવ બન્યાનું સામે આવ્યું હતું.

નદીમ ગુમ થયાની ફરિયાદ નોંધાયાના બીજા દિવસે કડી પાસે રંગપુરડા નજીક નર્મદા કેનાલમાંથી તેનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કેનાલમાંથી મળ્યો હતો. જે અંગે કડી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બાતે  SOGની ટીમને ચોક્કસ હકીકત મળતા મૃતકને છેલ્લે રસ્તામાં સરફરાજ નામના વ્યક્તિએ ઊભો રાખી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું હતું.

જેના આધારે  SOG ક્રાઈમે આરોપી સરફરાજ મુલ્લાની કડકાઈથી પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો અને હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે કડી ખાતેથી ધરપકડ કરી હતી.   આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે સરફરાજ મુલ્લા છેલ્લા ઘણા સમયથી મૃતકની મંગેતરને સાથે પ્રેમસંબંધમાં હતો.

Niraj Patel