બિઝનેસમેને ખરીદી ભારતની સૌથી મોંઘી સુપરકાર, કિંમત જાણીને જ તમારા હોંશ ઉડી જશે, જુઓ વીડિયો

વૈભવી કારોનો શોખ ધરાવતા ભારતના આ બિઝનેસમેને પોતાના કાર કલેક્શનમાં ઉમેરી ભારતની સૌથી મોંઘી સુપરકાર, જુઓ વીડિયો

કાર ખરીદવી દરેક વ્યક્તિનું સપનું હોય છે, આજના સમયમાં કારની જરૂરિયાત પણ એટલી જ થઇ ગઈ છે. એટલે મોટાભાગના લોકો પાસે આજે કાર છે, ભલે પછી તે સામાન્ય હોય. ત્યારે આજના યુવાનોને સ્પોર્ટ્સ કારનું ઘેલું લાગ્યું છે. ભલે તે ખરીદી ના શકે પરંતુ તેના વીડિયો અને ફોટો જોઈને પણ તેઓ ખુશ તો રહેતા જ હોય છે.

ત્યારે હાલ ભારતના એક બિઝનેસમેને એક સુપરકાર ખરીદી છે. જેની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.  હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન નસીર ખાન McLaren 765 LT Spyder ના માલિક બન્યા છે, જે ભારતમાં વેચાણ માટે સત્તાવાર રીતે ઉપલબ્ધ સૌથી મોંઘી સુપરકાર છે. Cartoq.com અનુસાર McLaren 765 LT Spyder ભારતની સૌથી મોંઘી સુપરકાર્સમાંની એક, જેની કિંમત રૂ. 12 કરોડ છે, તેને તાજેતરમાં હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસમાં પહોંચાડવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ખાન ભારતમાં 765 LT સ્પાઈડરનો કદાચ પ્રથમ ગ્રાહક છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટને કેપ્શન આપ્યું, “મેકલેરેન 765LT સ્પાયડર હોમમાં આપનું સ્વાગત છે આ સુંદરતાની ડિલિવરી લેવા માટે કેટલું ભવ્ય સ્થળ છે!” ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને રીલ્સમાં, ખાનને બ્રાઉન આઉટફિટ પહેરીને અને તેના નવા લાલ રંગના McLaren 765 LT Spyder વર્ઝન સાથે પોઝ આપતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by NASEER KHAN (@naseer_khan0054)

તમને જણાવી દઈએ કે નસીર પાસે રોલ્સ રોયસ કુલીનન બ્લેક, લેમ્બોર્ગિની, લેમ્બોર્ગિની ઉરુસ, ફોર્ડ મસ્ટંગ, ફેરારી, મર્સિડીઝ બેન્ઝ જી-ક્લાસ અને જીએમસી સહિત અન્ય કંપનીઓની લક્ઝરી કાર અને ડુકાટી પાનીગલ વી4 જેવી સુપરબાઈક્સ છે. આ વાહનોની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ઉપલબ્ધ છે.

Niraj Patel