આ છોકરાએ તરબૂચના એવી રીતે બે ફાળિયા કર્યા કે વીડિયો જોઇ તમારી આંખો પણ ખુલ્લી જ રહી જશે

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જયાં રોજેરોજ અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. ઘણીવાર એવા વીડિયો સામે આવે છે જે લોકોનું દિલ જીતી લે છે, તો ઘણીવાર એવા વીડિયો સામે આવતા હોય છે, જેને જોઇને આપણે હેરાન રહી જઇએ છીએ. ઘણા લોકો વીડિયો મારફતે ચેલેન્જ પણ આપતા હોય છે. જ્યારે ધ ગ્રેટ ખલી કુસ્તી કરતો હતો ત્યારે લોકો તેને ટીવી પર જોઈને પાગલ થઈ જતા હતા. ત્યારપછી તેનો વીડિયો તે સમયમાં ઘણો વાયરલ થયો હતો.

જેમાં કાળા ખુલ્લા પાયજામામાં સજ્જ ધ ગ્રેટ ખલી હાથમાં તરબૂચ લઈને ઉભો છે અને પછી ભીડની સામે તે તરબૂચને હાથથી દબાવીને તરબૂચનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. તે સમયે ભારતના દરેક બાળકને લાગતુ કે ગ્રેટ ખલીએ જે કર્યું તે કોઈ ન કરી શકે. પરંતુ હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરાએ તેની જાંઘ વચ્ચે તરબૂચ રાખી તેના બે ટુકડા કરી નાખ્યા. આ વ્યક્તિનો વીડિયો હાલ ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તે કહે છે કે કોઈએ તેને જાંઘથી તરબૂચ તોડવાનું કહ્યું અને તે તેને ચેલેન્જ તરીકે લઈ રહ્યો છે. તે કહે છે કે તે આ ચેલેન્જ કરી શકે છે અને તેને તેની ક્ષમતા પર કોઈ શંકા નથી. વીડિયોમાં આગળ જોઇ શકાય છે કે, તે તેના જાંઘો વચ્ચે તરબૂચને ફસાવે છે અને ઘણુ બળ લગાવે છે. થોડી જ વારમાં તે આ કરીને બતાવે છે. તે તેના બે પગની વચ્ચે તરબૂચ ફસાવી અને તેના બે ટુકડા કરી દે છે.

આ વીડિયો અત્યાર સુધી 2 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. ઘણા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે, તો ઘણા લોકો આ વીડિયો જોઇ આશ્ચર્યચકિત થઇ રહ્યા છે.

Shah Jina