અજબગજબ

છૂટાછેડા પછી પત્નીને ન આપવા પડે રૂપિયા, પતિએ 5 કરોડ રૂપિયામાં લગાવી આગ પછી જે થયું

લગ્ન પછી જીવનમાં પતિ-પત્ની બંને એકબીજાના જીવનસાથી બનીને જીવે છે અને બધું જ એકબીજા સાથે શેર કરે છે. પણ જો છૂટાછેડાની વાત આવે તો એ જ લોકો એકબીજાની જવાબદારીઓ લેવાથી પણ બચવા લાગે છે. ત્યારે આવો જ એક વિચિત્ર કિસ્સો કેનેડામાં સામે આવ્યો છે કે જેમાં છૂટાછેડા પછી પતિએ પત્નીને રૂપિયા ન આપવા પડે એ માટે 5 કરોડ રૂપિયાને આગ લગાવી દીધી.

Image Source

કેનેડાનો એક બિઝનેસમેન પોતાની પત્નીથી અલગ થઈ રહ્યો હતો, ત્યારે એને પોતાના બાળક માટે પત્નીને પૈસા આપવાના હતા, તો એને પત્નીને રૂપિયા ન આપવા પડે એ માટે એને 1 મિલિયન ડોલરને આગ લગાવી દીધી, જે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 5 કરોડ રૂપિયા થાય. તેને જે રૂપિયાને આગ લગાવી એ તેની આખા જીવનની કમાણી હતી.

Bruce McConvilleએ કોર્ટમાં જણાવ્યું કે તેને પોતાના છ જુદા-જુદા બેન્ક એકાઉન્ટ્સમાંથી 25 વાર કરીને લગભગ 1 મિલિયન ડોલર કાઢયા હતા. આ પછી તેને આ રૂપિયાને બે વારમાં આગ લગાવી દીધી. એના બધા જ પૈસા બળીને રાખ થઈ ગયા અને જણાવી રહ્યું કે તેને જે રકમ સળગાવી દીધી એ લગભગ 5 કરોડ રૂપિયા હતા.

Image Source

તેને કોર્ટમાં આ વાતને સ્વીકારતા કહ્યું કે તેની પાસે રૂપિયા સળગાવ્યાના કોઈ પુરાવા કે સાક્ષી નથી. વધુમાં તેને જણાવ્યું કે ‘આ એવું નથી કે જે હું સામાન્ય રીતે કરતો હોઉં. હું એવો વ્યક્તિ નથી કે જે તદ્દન ભૌતિકવાદી હોય. ખૂબ જ થોડું વધુ લાંબુ ચાલે છે. હું હંમેશા કારકસરમાં જ માનતો આવ્યો છું. એના કારણે જ મારો વ્યવસાય 31 વર્ષ સુધી ટક્યો.’

તેને કોર્ટમાં તેના બધા જ રૂપિયા સળગાવી નાખી હોવાની વાત કરતા કાઢવામાં આવેલા પૈસાની રસીદ પણ બતાવી હતી. તેને એમ પણ જણાવ્યું હતું કે આ રકમ એને પોતાની પ્રોપર્ટી વેચીને ભેગી કરી હતી.

Image Source

તેને કોર્ટમાં આ વાતને સ્વીકાર કરી ત્યારથી તેને કોર્ટના આદેશોનું ઉલ્લંધન કરવાના અને ગેરજવાબદાર હરકત કરવાના ગુના માટે 30 દિવસ માટેની જેલની સજા આપી છે. સાથે જ કોર્ટે તેને 2000 ડોલરનો દંડ ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.