દેશની અંદર એક તરફ કોરોનાના મામલાઓ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જે આપણને હચમચાવીને રાખી દે છે. ઘણી એવી પણ ઘટનાઓ જોવા મળી જેમાં માનવતા શર્મસાર થતી હોય. પરંતુ રાજસ્થાનના ઉદેપુરમાંથી એક એવી ઘટના સામે આવી જેને માનવતાને ફરી જગાવી દીધી છે.
બુધવારના રોજ ઉદયપુરના રહેવાવાળા એક વ્યક્તિએ કોરોના સંક્રમિત બે મહિલાઓને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે પોતાનો રોજા તોડી નાખ્યો હતો. આ વ્યક્તિનું નામ અકીલ મન્સૂરી છે. જે એક સિવિલ કોન્ટ્રાકટરના રૂપમાં કામ કરે છે. અકીલે જણાવ્યું કે કોઈપણ જાતના સંકોચ વગર તેને આ સારા કામ માટે પોતાના રોજા તોડી નાખ્યા.
હવે આ વ્યક્તિના કામની પ્રસંશા દરેક જગ્યાએ થઇ રહી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વ્યક્તિને સોશિયલ મીડિયા નેટવર્કિંગ અને બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આ વાતની જાણકારી મળી હતી કે બે કોવિડ સંક્રમિત મહિલાઓને પ્લાઝ્માની જરૂર છે. આ મહિલાઓને A+ બ્લડ ગ્રુપના પ્લાઝ્માની જરૂર હતી.
એક મહિલાનું નામ નિર્મલા હતું. તેમની ઉંમર 36 વર્ષ હતી. તો બીજી મહિલાનું નામ અલકા હતું અને તેમની ઉંમર 30 વર્ષની હતી. મન્સૂરીએ કહ્યું કે સોશિયલ મીડિયામાં પોસ્ટ જોતા જ તે હોસ્પિટલમાં ભાગ્યો અને પ્લાઝ્મા ડોનેટ કરવાનો નિર્ણય કર્યો.
હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટર મન્સૂરીને એન્ટિબોડી ટેસ્ટ માટે લઇ ગયા. ત્યાં ડોક્ટરોને ખબર પડી કે તે પ્લાઝ્મા ડોનેટ કરવા માટે એકદમ ફિટ છે. ડોકટરે તેને કહ્યું કે તે સ્વાર્થી રોજા રાખેલા છે તો પ્લાઝ્મા ડોનેટ કરતા પહેલા કઈ ખાઈ લે જેના કારણે તેને પોતાના રોજા તોડી નાખ્યા હત અને પ્લાઝ્મા ડોનેટ કર્યું.
મન્સુરીએ જણાવ્યું કે એક માણસની રીતે તેને પોતાની જવાબદારી પૂર્ણ કરી. મન્સુરીએ એમ પણ કહયું કે પ્લાઝ્મા ડોનેટ કર્યા બાદ તેને બંને મહિલાઓ જલ્દી સાજી થાય તેના માટે પણ પ્રાર્થના કરી. સપ્ટેમ્બર 2020માં કોરોનાથી સાજા થયા બાદ મન્સૂરી ઓછામાં ઓછું 17 વાર પોતાનું લોહી ડોનેટ કરી ચુક્યો છે. તેને જણાવ્યું કે આ પહેલા પણ તેને પ્લાઝ્મા ડોનેટ કર્યું છે અને સાજા થયેલા બધા જ લોકોને અપીલ કરી છે કે તે પણ જરૂરિયાત વાળા લોકોને પ્લાઝ્મા ડોનેટ કરે.