ચાલુ ફ્લાઈટમાં પેસેન્જરે લાતો મારી તોડ્યો વિન્ડો કાચ, બાદમાં આવી રીતે કરાયો કાબૂ, વીડિયો જોઈને હોશ ઉડી જશે!

ફ્લાઇટ્સમાં થતા હંગામાના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ચાલુ ફ્લાઇટ દરમિયાન બારીના કાચને લાત મારીને તોડી નાખતો જોવા મળે છે. તે વ્યક્તિના આ કૃત્ય બાદ, ફ્લાઇટમાં હાજર અન્ય મુસાફરો અને ક્રૂ સભ્યોએ તેના હાથ અને પગ દોરડાથી બાંધી દીધા.

મળતી માહિતી મુજબ, અમેરિકામાં ફ્રન્ટિયર એરલાઇન્સની ફ્લાઇટમાં એક મુસાફરે લાત મારીને વિમાનની બારી તોડી નાખી હતી, ત્યારબાદ તેણે તેની સામેની સીટ પર મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. આ જોઈને વિમાનમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોએ તેને ચારેય બાજુથી પકડી લીધો અને તેના હાથ-પગ દોરડાથી બાંધી દીધા. વાયરલ વીડિયોમાં, અન્ય મુસાફરો તે માણસને તેની ગરદનથી જોરથી પકડી રાખે છે અને તેના હાથ-પગ બાંધી દે છે.

આ ઘટના મંગળવાર, 4 ફેબ્રુઆરીના રોજ બની હતી. જ્યાં ડેનવરથી હ્યુસ્ટન જઈ રહેલા વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. એક મુસાફર વિક્ટોરિયા ક્લાર્કે જણાવ્યું કે, જ્યારે તેની સીટ પર બેઠેલી મહિલાએ ફ્લાઇટ એટેન્ડન્ટને સીટ બદલવા કહ્યું, ત્યારે એક પુરુષે તેની સામેની સીટ પર જોરથી મુક્કો મારવાનું શરૂ કર્યું. ત્યારબાદ, મહિલા ખૂબ જ ડરી ગઈ હતી અને જ્યારે તે પોતાની સીટ પરથી ઉભી થઈ ત્યારે તે વ્યક્તિએ પ્લેનની બારી પર લાત મારી અને અંદરથી પ્લેક્સ ગ્લાસ કવર પેનલ તોડી નાખ્યું. જોકે, બારીના કાચનું કવર તૂટવાથી વિમાનની સલામતી પર કોઈ અસર પડી ન હતી. જે બાદ ફ્લાઇટ હ્યુસ્ટનના બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ માટે રવાના થઈ.

Twinkle