હવામાં ઉડી રહેલા પ્લેનમાં આ વ્યક્તિને ઊપડ્યું ગાંડપણ, અચાનક જ લાત મારી અને બારીનો કાચ તોડવા લાગ્યો, પછી થયું એવું કે… જુઓ વીડિયો

મોટાભાગના લોકોએ પ્લેનની સફર કરી હશે અને પ્લેનની સફર દરમિયાન ઘણા બધા સલામતીના સૂચનો પણ આપવામાં આવે છે. ત્યારે પ્લેનમાં આપણે જોઈએ તો બહારની હવા અંદર આવી શકતી નથી અને તેથી જ પ્લેનના ગ્લાસ પણ ફિટ કરી દેવામાં આવે છે, ત્યારે હાલ ઇન્ટરનેટ ઉપર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બારીના કાચને લાત મારીને તોડતો જોવા મળી રહ્યો છે.

આ મામલો પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના પ્લેનમાં જોવા મળ્યો હતો. જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની પેસેન્જરે પ્લેનની ઉડાન પછી અચાનક પાગલની જેમ વર્તન કરવાનું શરૂ કર્યું. તેણે અચાનક પ્લેનના કાચ તોડવાનું શરૂ કર્યું. તે વ્યક્તિએ તેના કપડા ઉતાર્યા અને પ્લેનની સીટો પર મારવા લાગ્યો. પ્લેનની ઉડાન ભર્યા પછી બનેલી આ ઘટનાના કારણે તમામ મુસાફરો ગભરાઇ ગયા હતા. કોઈ રીતે સ્ટાફના સભ્યોએ તેને પકડી લીધો.

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ આ ઘટના 14 સપ્ટેમ્બરની છે. જ્યારે પ્લેન ટેકઓફ થયા બાદ એક મુસાફરે કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીઆઈએનું આ પ્લેન પેશાવરથી દુબઈ માટે ટેકઓફ થયું હતું. રિપોર્ટ અનુસાર, પેશાવરથી નીકળ્યા ત્યારે આ મુસાફર ઠીક હતો, પરંતુ પ્લેન ટેકઓફ થયા પછી તેણે વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું.

તે વ્યક્તિની હરકતથી પ્લેનમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો પરેશાન થઈ ગયા હતા. ભારે જહેમત બાદ પેસેન્જરને કાબૂમાં લેવામાં આવ્યો, ત્યારબાદ બીજા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. એક ક્રૂ મેમ્બરે જણાવ્યું કે પેશાવરમાં તે બિલકુલ ઠીક હતો પરંતુ બાદમાં એવા કામ કરવા લાગ્યો કે બધા પરેશાન થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ પછી, તે પેસેન્જરને પ્લેનની સીટ સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને તેને ભવિષ્યમાં મુસાફરી કરવાથી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો. દુબઈ પહોંચતા જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ વીડિયો 14 સપ્ટેમ્બરનો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Niraj Patel