વિશાળકાય પથ્થરમાં ફક્ત 3 વાર જ માર્યો હથોડો અને આખા પથ્થરના થઇ ગયા બે ફાડિયા, જુઓ હેરાન કરી દેનારો વીડિયો

સોશિયલ મીડિયામાં જુગાડના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણીવાર લોકો એવા એવા જુગાડ કરતા હોય છે કે માણસની અક્કલના કામ કરે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ એક મોટા પથ્થરને ત્રણ વાર હથોડો મારીને તોડી રહ્યો છે. જો કે, આ પથ્થર તોડવાની ટેકનિક અદભૂત છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ હથોડાથી એક મોટા પથ્થરને મારવા લાગે છે. પહેલા જોતા એવું લાગે છે કે આ વ્યક્તિ ધીમે ધીમે તોડવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ ત્રીજો ઘા થતાં જ આખો પથ્થર વચ્ચેથી અલગ થઈ જાય છે. વીડિયો જોયા પછી તમે પણ વિચારી રહ્યા હશો કે આટલું સરળતાથી કેવી રીતે થઈ ગયું.

આ વ્યક્તિ હથોડાના માત્ર ત્રણ જ ઘા મારીને આખા વિશાળકાય પથ્થરના બે ફાડિયા કરી નાખે છે. જોવામાં આ વીડિયો જેટલો સરળ દેખાઈ રહ્યો છે પરંતુ તેની પાછળ તે વ્યક્તિએ એટલું જ ઊંડું દિમાગ પણ લગાવ્યું છે અને તેના કારણે જ તે આ વિશાળકાય પથ્થરને તોડી શક્યો છે.

આ વીડિયો નેચરઓટીપી પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ વીડિયોને ત્રણ લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. મોટી સંખ્યામાં લોકોએ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.

Niraj Patel