OMG! એક ભૂલના કારણે રાતોરાત કરોડપતિ બની ગયો આ વ્યક્તિ

કોઈએ સાચું જ કહ્યું છે કે ખબર નહીં કે કોનું ભાગ્ય ક્યારે પલટી જાય. ઘણી વાર આપણે આવી ઘણી વાતો સાંભળી હશે, જેના વિશે જાણીને આપણને આશ્ચર્ય થાય છે. આવું જ કંઈક આજકાલ એક વ્યક્તિ સાથે થયું. આ વ્યક્તિએ ભૂલથી એક જ લોટરીની બે ટિકિટ ખરીદી હતી, અને બન્યું એવુ કે તેની બંને લોટરી ટિકિટ લાગી. આ વ્યક્તિએ બંને લોટરી ભેગી કરીને લગભગ 5.5 કરોડ રૂપિયા જીત્યા છે. હવે કોરોનાના ખરાબ સમયમાં પણ જો કોઈ વ્યક્તિ પળવારમાં અમીર બની જાય તો કોઈને પણ નવાઈ લાગે તે સ્વાભાવિક છે.

પ્રતિકાત્મક તસવીર

એક રિપોર્ટ અનુસાર અમેરિકાના નોર્થ કેરોલિના સ્ટેટમાં રહેતો સ્કોટી થોમસ રાતોરાત કરોડપતિ બની ગયો છે. થોમસે નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરીના અધિકારીઓને કહ્યું કે તે એક દિવસ ઘરે હતો. ત્યારે જ તેણે ટાઈમપાસ માટે ‘લોટરી ફોર લાઈફ’ની ટિકિટ ખરીદવાનો પ્લાન બનાવ્યો. તે ઘરે આરામ કરી રહ્યો હતો અને લોટરીની ટિકિટ માટે ઓનલાઈન વિગતો ભરવાનું શરૂ કર્યું.

પ્રતિકાત્મક તસવીર

આ પછી, તેણે કહ્યું કે વાસ્તવમાં મને ખબર ન હતી કે મેં ક્યારે બે વાર વિગતો ભરીને ટિકિટ ખરીદી લીધી. મેં વિચાર્યું કે મેં ફક્ત એક જ લોટરીની ટિકિટ ખરીદી છે. પરંતુ બીજા દિવસે મારા પુત્રએ મને કહ્યું કે શા માટે એક જ લોટરીની બે અલગ-અલગ રકમની યાદી છે. ત્યારે તેને ખબર પડી કે ભૂલથી તેણે એક જ લોટરીની 2 ટિકિટ ખરીદી લીધી હતી. તેથી જ તે થોડો નિરાશ થયો કે તેણે એક જ નંબરની બે ટિકિટ કેમ ખરીદી?

પ્રતિકાત્મક તસવીર

સ્કોટીને ક્યાં ખબર હતી કે આ ભૂલને કારણે તેનું નસીબ પલટાઈ જશે? થોડા દિવસો પછી તેને ખબર પડી કે તેની બંને લોટરી લાગી ગઈ છે. સ્કોટી થોમસ પણ આ વાત માની શક્યો નહીં. તેણે કહ્યું કે જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે હું થોડીવાર માટે જમીન પર સૂઈ ગયો. વાસ્તવમાં મને વિશ્વાસ જ ન હતો કે બંને લોટરી લાગી ગઈ છે. તેમણે કહ્યું આ કોઈ ચમત્કારથી કમ નથી.

YC