ખબર

કોરોનાનો ડર તો જુઓ, સંક્રમણથી બચવા માટે પતિ પત્નીએ બુક કરી લીધી આખી જ ફલાઇટ

કોરોના વાયરસના કારણે આજે આખી દુનિયા ભયભીત છે. દરેક લોકો આ વાયરસના સંક્રમણથી બચવા માંગે છે. ત્યારે આ દરમિયાન ઘણા લોકો તેનાથી બચવા માટે અવનવા કીમિયા પણ અજમાવે છે. એવો જ એક કિસ્સો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં કોરોના સંક્રમણના ડરથી બચવા માટે એક પતિ પત્નીએ ફલાઇટની બધી જ સીટો બુક કરાવી લીધી હતી.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

આ ઘટના ઇન્ડોનેશિયાની અંદર બની છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે યાત્રા કરવા દરમિયાન કોરોનાના ડરથી આખી પેસેન્જર ફલાઇટ જ બુક કરાવી લીધી હતી. જકાર્તાના એ વ્યક્તિ રિચર્ડ મુલ્જાદીએ એક વિમાનની તસ્વીર પોસ્ટ કરી છે. જ્યાં તે અને તેની પત્ની એકમાત્ર યાત્રી હતા.

Image Source

આ વ્યક્તિને પોતાની પત્ની સાથે બાલી જવું હતું., પરંતુ તેના મનની અંદર કોરોનાનો ડર વ્યાપેલો હતો. ત્યારે આ વ્યક્તિએ આખી ફલાઇટ જ બુક કરાવી લીધી જેના કારણે તે અને તેની પત્ની સુરક્ષિત રીતે યાત્રા કરી શકે.

Image Source

રિચર્ડ દ્વારા હજુ એ વાતનો ઉલ્લ્લેખ કરવામાં નથી આવ્યો કે તેને આ ઉડાન માટે કેટલા રૂપિયા ચૂકવ્યા છે. પરંતુ તેને એ વાત જરૂર જણાવી છે કે ચાર્ટર પ્લેનની તુલનામાં પેસેન્જર વિમાનનું બુકીંગ સસ્તું હતું. રિચર્ડનું કહેવું છે કે તે અને તેની પત્ની શાલ્વીન ચાંગ વાયરસને લઈને ખુબ જ ડરેલા હતા.

Image Source

બાટિક એરના સંચાલન કરવા વાળી કંપની લોયન એરલાઇન્સ દ્વારા કથિત રીતે આ વાતની ખાતરી કરવામાં આવી છે કે ઉડાનની અંદર એકમાત્ર યાત્રી રિચર્ડ અને તેની પત્ની હતા. રિચર્ડ ઇન્ડોનેશિયાના એક મોટા કારોબારીના રૂપમાં પણ ઓળખાય છે. આ મામલાને લઈને હવે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે.