સુરતમાં 31 વર્ષની યુવતીને યુવકે કહ્યું ચાલને જન્મદિવસની ઉજવણી કરીએ, પછી બંને હોટેલમાં ગયા અને માણ્યું સુખ, પછી યુવકે કહ્યું 3 લાખ રૂપિયા…
આજના સમયમાં ચોરી-લૂંટફાટ, બળાત્કાર વગેરે જેવા ઘણા કિસ્સાઓ જાણવા અને જોવા મળે છે. ખાસ કરીને આજના યુવાઓના પ્રેમ પ્રકરણ અને દગાના કિસ્સાઓ તો ઘણા ચર્ચાતા પણ હોય છે. ઘણા યુવકો યુવતીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવે છે અને તેને પોતાની હવસનો શિકાર બનાવે છે,

તો ઘણીવાર યુવતિ પાસેથી લાખો રુપિયા પડાવી પણ લેતા હોય છે. આવી જ ઘટના સુરતના કતારગામમાંથી સામે આવી છે. અહીંની રહેનારી અને મુંબઈની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી યુવતીને સુરતના અમરોલી ખાતે રહેતા યુવક સાથે પ્રેમમાં દગો મળ્યો હતો.યુવતીનો આરોપ છે કે યુવકે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તેની પાસેથી લાખો રૂપિયા પચાવી લીધા અને આ ઉપરાંત તેની પર બળાત્કાર પણ ગુજાર્યો.

યુવતીને 10 વર્ષ પહેલા અમરોલી ખાતે રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હાર્દિક બાબુ સાથે પ્રેમ થયો હતો. બંને પહેલી જ નજરમાં એકબીજાને પસંદ આવી ગયા હતા. ધીમે-ધીમે બંનેએ વાતચીત કરવાનું શરૂ થયું અને એકબીજાને મળવાનું શરૂ થયું હતું. હાર્દિકે યુવતિને લગ્ન કરવાનો પણ વાયદો આપ્યો હતો.

પરિવારની મરજીથી સગાઇની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી અને તે સમયે હાર્દિકે લગ્નની ખરીદી માટે યુવતી પાસેથી 3 લાખની રકમ લીધી હતી. બાદમાં તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો અને યુવતીને તરછોડી દીધી હતી. જેથી પીડિત યુવતીએ યુવક વિરુદ્ધ મુંબઈમાં મલાડ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે હાર્દિકે તેની પાસેથી ખરીદીના બહાને ત્રણ લાખ રૂપિયા પચાવી પાડ્યા છે. આ સિવાય તેણે જન્મદિવસની ઉજવણીના બહાને હોટેલમાં બોલાવી હતી અને તેની સાથે બળજબરી પણ કરી હતી.આ સિવાય આરોપી હાર્દિકે કતારગામમાં અલગ અલગ જગ્યાઓ પર યુવતીને લઇ જઈને બળાત્કાર પણ કર્યો હતો. એવામાં મુંબઈ પોલીસે આ ફરિયાદ સુરત પોલીસ થાણામાં ટ્રાન્સફર કરી છે અને આરોપી હાર્દિકની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસ મામલાની આગળની જાંચ કરી રહી છે.