આને કહેવાય સાચો પ્રેમ…1400 કિલોમીટર ઓનલાઇન મળેલી પ્રેમિકાને મળવા માટે ચાલીને નીકળી પડ્યો પ્રેમી, કહ્યું “વેલેન્ટાઈન ડે પર…”

સોશિયલ મીડિયામાં મળેલી પ્રેમિકાએ પ્રેમીને આપી 1,400 કિલોમીટર દોડીને કે ચાલીને આવવાની ચેલેન્જ, હવે વેલેન્ટાઈન ડે પર પ્રપોઝ કરવા માટે નીકળી પડ્યો પ્રેમી, જુઓ વીડિયો

આજના સમયમાં સાચો પ્રેમ બહુ ઓછો જોવા મળે છે, આજે સંબંધોની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે જે પોતાનો પ્રેમ પામવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે અને કોઈપણ રીતે પોતાના પ્રેમને મેળવીને જંપતા હોય છે. તો ઘણીવાર સોશિયલ મીડિયામાં થયેલો પ્રેમ પણ એકબીજાને જીવનભર માટે એક કરી દેતો હોય છે.

ત્યારે હાલ એવા જ એક પ્રેમીની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જે પોતાની પ્રેમિકાને પામવા અને તેને સરપ્રાઈઝ આપવા માટે 1400 કિલોમીટર ચાલીને જ નીકળી પડ્યો છે. સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તેણે દાવો કર્યો છે કે વેલેન્ટાઈન ડેના દિવસે પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે તેણે 1400 કિલોમીટરની યાત્રા શરૂ કરી છે.

આ વ્યક્તિ પોતાની પ્રેમિકાને 5 મહિના પહેલા જ ટિક્ટોક પર મળ્યો હતો. તેની યાત્રા 14મી જાન્યુઆરીથી શરૂ થઈ છે. તે સતત પોતાના સફરની અપડેટ લોકો સાથે શેર કરી રહ્યો છે. થાઈગરના રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિ થાઈલેન્ડનો રહેવાસી છે. તે નાખોન નાયક પ્રાંતમાં પોતાના ઘરેથી સતુન પ્રાંત જઈ રહ્યો છે. તેની ગર્લફ્રેન્ડ અહીં રહે છે. જો કે તેઓ હજુ સુધી મળ્યા નથી, પરંતુ તેઓ વીડિયો કોલિંગ પર વાત કરતા રહે છે.

તેના વીડિયોમાં, વ્યક્તિએ જણાવ્યું કે તે 14-15 ફેબ્રુઆરી સુધીમાં તેની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે તે લગભગ 1,400 કિમીનો પ્રવાસ કરશે. ગર્લફ્રેન્ડે તેને સતુન સુધી ચાલવા અથવા દોડીને આવાની ચેલેન્જ આપી. તે પોતાના પ્રેમને સાબિત કરવા માટે આવું કરી રહ્યો છે. પ્રવાસ શરૂ કરતા પહેલા, વ્યક્તિએ એક વિડિયોમાં કહ્યું “હું સાબિત કરવા દોડીશ કે સાચો પ્રેમ છે કે નહીં. હું એક મહિના સુધી દોડીશ. 14મી જાન્યુઆરીથી શરૂ થઈને 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમિકા પાસે પહોંચીશ. હું સાબિત કરીશ કે સાચો પ્રેમ સોશિયલ મીડિયા પર મળી શકે છે.”

Niraj Patel