ખબર

માસ્ક પહેર્યા વગર બેઠેલા આ દુકાનદાર ઉપર આવતાની સાથે આ માણસે કર્યો થપ્પડનો વરસાદ, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

સોશિયલ મીડિયાની અંદર ઘણા વિડીયો હાલ વાયરલ થતા જોવા મળે છે. તો કોરોના વાયરસના વધી રહેલા વ્યાપ વચ્ચે લોકો પણ માસ્ક પહેરવા બાબતે જાગૃતિ ફેલાવતા જોવા મળી રહ્યા છે.

Image Source

હાલ માસ્ક પહેરવાને લઈને સરકાર દ્વારા પણ કડક કાયદા બનાવવામાં આવ્યા છે. માસ્ક ના પહેરનારને દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યારે આ બધા વચ્ચે જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર માસ્ક ના પહેરવાને લઈને થપ્પડોનો વરસાદ કરી રહ્યો છે. અને માસ્ક પહેરવા માટે પણ જણાવી રહ્યો છે.

Image Source

આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ફૂટપાથ ઉપર બે દુકાનદારો માસ્ક વગર બેઠેલા છે. હાથમાં માઈક લઈને આવેલા એક વ્યક્તિએ તેને માસ્ક વિશે પૂછ્યું અને પછી તે દુકાનદાર ઉપર થપ્પડોનો વરસાદ કરી દીધો અને ત્યારબાદ તેને માસ્ક પહેરવા માટે આપ્યું. તો ત્યાં બીજો દુકાનદાર પણ માસ્ક વગર બેઠો હતો તેને પણ માઈક વાળા વ્યક્તિએ થપ્પડોની પ્રસાદી આપી અને પછી તેને પણ માસ્ક આપ્યું.

આ વિડીયોને અવનિશ શરણ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. અને સાથે એમ પણ તેમને લખ્યું હતું કે: “માસ્ક આ માટે પણ જરૂરી છે. થોડા જ સમયમાં આ વીડિયોને હજારો લોકોએ નિહાળી લીધો.


આજે સોશિયલ મીડિયામાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ક્યાંનો છે તે હજુ પુષ્ટિ નથી થઇ પરંતુ ઘણા લોકોનું કહેવું છે કે આ વિડીયો પાકિસ્તાનનો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)