પત્નીના ગમમાં આત્મહત્યાના ઇરાદે બ્રિજ પર ચઢી ગયો હતો યુવક, બિરયાનીએ બચાવ્યો યુવકનો જીવ

પત્નીના ગમમાં આત્મહત્યા કરવા માટે બ્રિજ પર ચઢી ગયો શખ્સ, પોલિસે આપ્યો બિરયાનીનો વાસ્તો, મરવાનો પ્લાન થયો કેન્સલ

જીવ આપવાના ઇરાદે બ્રિજ પર ચઢ્યો, પોલિસે લાલચ આપી તો જાતે જ નીચે આવી ગયો- વીડિયો થયો વાયરલ

કોલકાતામાં સોમવારે બપોરે પોલિસ અને એક વ્યક્તિ વચ્ચે હાઇ વોલ્ટેડ ડ્રામા જોવા મળ્યો, જેને જોઇને તમને શોલે ફિલ્મના જબરદસ્ત પાત્ર વીરૂની યાદ આવી જશે, જે બસંતી સાથે લગ્ન કરવાની માંગ સાથે પાણીની ટાંકી પર ચઢી ગયો હતો અને કૂદી જીવ આપવાની ધમકી આપી રહ્યો હતો, પણ જેવી જ બસંતી લગ્ન માટે માની જાય છે તો વીરુ ખુશીથી પાણીની ટાંકી પરથી નીચે ઉતરી જાય છે.

આત્મહત્યાના ઇરાદે બ્રિજ પર ચઢી ગયો વ્યક્તિ 

કંઇક આવો જ નજારો કોલકાતામાં પણ જોવા મળ્યો, જ્યાં પતિ-પત્ની વચ્ચે ખટપટ બાદ શખ્સ આત્મહત્યા કરવા બ્રિજ પર ચઢી ગયો, પણ પછી જે થયુ તે જાણી તમે પણ હેરાન રહી જશો. પોલીસે આ વ્યક્તિને નીચે ઉતારવા માટે અદ્ભુત ઓફર કરી અને તે ના પણ ના પાડી શક્યો અને નીચે આવી ગયો. જણાવી દઇએ કે, કોલકાતામાં સોમવારે એક વ્યક્તિ આત્મહત્યાના ઇરાદે પાર્ક સર્કસ સ્થિત બ્રિજ પર ચઢી ગયો હતો.

પોલિસના ઘણા સમજાવવા છત્તાં પણ અડગ રહ્યો

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વ્યક્તિ પુલની ઊંચાઈ પર જતો જોવા મળી રહ્યો છે. જો કે, ઘટનાની જાણ થતાં જ લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ. તે વ્યક્તિને આત્મહત્યા ન કરવા અને નીચે આવવા સમજાવવામાં આવ્યો પણ તે પોતાની જીદ પર અડગ રહ્યો.

બિરયાનીએ બચાવ્યો યુવકનો જીવ

આખરે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તેને એવી ઓફર આપી કે તે પોતાની જાતને રોકી ના શક્યો અને પાછો નીચે આવી ગયો. પોલીસે તેને કોલકાતાના પોપ્યુલર આઉટલેટમાંથી બિરયાની ખાવાની ઓફર કરી, જેને તે ના પાડી શક્યો નહીં. બિરયાની ઓફર કર્યા પછી, તેણે પુલ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો નિર્ણય કેન્સલ કરી દીધો.

 

View this post on Instagram

 

A post shared by Sach Kadwa Hai (@sachkadwahai)

Shah Jina