ખબર

અમરેલીના આ યુવકની છાતી ઉપર આવીને ઉભી રહી ગઈ સિંહણ, પછી યુવકે જે કર્યું તે વાંચીને પરસેવો છૂટી જશે

મોટાભાગે આપણે વાઘ સિંહ જેવા જંગલી જાનવરોને પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ છીએ, ત્યાં તેમને જોતા જો તે ગર્જના કરે તો પણ આપણે એક ધડકન ચુકી જતા હોઈએ છીએ, આપણને ખબર છે કે તે પાંજરામાં છે તે છતાં પણ ડર લાગે છે તો વિચારો તમે ખેતરમાં ફરી રહ્યા હોય અને આચાનક જ તમારી સામે સિંહણ આવીને ઉભી રહી જાય તો તમારી શું દશા થાય ?

Image Source

સામાન્ય રીતે આપણી પાછળ કૂતરું પડે તો પણ આપણે જીવ બચાવીને ભાગીએ છીએ પરંતુ જો સિંહ આવી જાય તો? કલ્પના કરવાથી જ જાણે પરસેવો છૂટવા લાગી જાય. પણ આવું હાલમાં જ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અભરામ પુરા ગામના એક યુવક વિપુલ ખેલૈયા સાથે બન્યું.

Image Source

આ યુવક રાત્રીના સમયે પોતાના ખેતરમાં પાણી મુકવા માટે ગયો હતો. પાણી ચાલુ હતું એ દરમિયાન તે ખેતરની ઝુંપડીની અંદર થોડીવાર સુઈ ગયો અને એ દરમિયાન જ એક ભૂખી સિંહણ તેની છાતી ઉપર પગ મૂકીને ઉભી રહી ગઈ.

Image Source

યુવકની આંખો ખુલતા જ જાણે સાક્ષાત મૃત્યુ તેને લેવા આવ્યું હોય એમ સિંહણ તેની સામે તાકી રહી હતી, આ દરમિયાન યુવકે થોડી સૂઝ બુઝ વાપરી અને પોતાની બધી જ તાકાત લગાવીને સિંહણને ઝુંપડીની બહાર ફેંકી દીધી.

Image Source

સિંહણ પણ સમજી ગઈ કે તે ખોટા શિકાર આગળ આવી ગઈ હતી. અને પહેલા જ ઝટકે હારનો સામનો કરી ચુકેલી સિંહણ તરત જ જંગલ તરફ ભાગી ગઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.