શું હતો મામલો ? શરમજનક: IPLમાં ધોનીના ખરાબ પ્રદર્શનના કારણે તેની 5 વર્ષની દીકરી જીવાને મળી બળાત્કારની ધમકી
હાલ દુબઈમાં આઇપીએલ ચાલી રહ્યો છે. 3 વાર આઇપીએલ વિજેતા બનેલી ચેન્નાઇ સુપરકિંગ્સનો દેખાવ આ સીઝનમાં એટલો સારો જોવા નથી મળી રહ્યો. ટીમના કેપ્ટ્ન મહેન્દ્ર સિંહ ધોનીનું પર્ફોમન્સ ખાસ જોવા મળ્યું નથી.
View this post on Instagram
હાલમાં જ એવી ખબર આવી છે કે તેની મેચમાં હારને કારણે ધોનીની પાંચ વર્ષની દીકરી જીવા સાથે દુષ્કર્મ કરવાની ધમકી પણ મળી છે. ધોનીની પત્ની સાક્ષીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ ધમકી મળી હતી. આ બાદ આ ધમકી દેનાર શખ્સને ગુજરાતના કચ્છથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. આ મામલે ઝારખંડના રાંચીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે, આઇપીએલ 2020માં કોલકાતા નાઇટ રાઈડર્સ સાથે થયેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને હારનો સામનો કરવો પડયો હતો. આ બાદ ધોનીને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ યુઝર્સે જીવા પર બળાત્કાર કરવાની ધમકી આપી હતી.
A resident of Kutch district in Gujarat arrested by Police for allegedly giving rape threats to the daughter of cricketer Mahendra Singh Dhoni, over social media. The case was registered at Ratu Police Station in Ranchi of Jharkhand.
— ANI (@ANI) October 11, 2020
આ બાદ આ શખ્સને કચ્છમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંહે કહ્યું હતું કે, 16 વર્ષીય 12માં ધોરણમાં ભણતા વિધાર્થીએ ધોનીની પત્ની સાક્ષીને ઇન્સ્ટાગ્રામ પર થોડા દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલા કમેન્ટને લઈને ધરપકડ કરી પુછપરછ કરી હતી.
View this post on Instagram
પુછપરછ દરમિયાન આ યુવાને જણાવ્યું હતું કે, કોલકાતા અને ચેન્નાઇ વચ્ચે થયેલી મેચમાં ધમકી આપી હતી. સૌરભ સિંહે કહ્યું હતું કે, રાંચી પોલીસે આ યુવકની પુછપરછ કરવાની સૂચના આપી હતી. આ વાતની પૃષ્ટિ કરવા માટે પૂછ્યું હતું કે, શું તે ધમકી ભર્યો મેસેજ કર્યો હતો? આ સાથે જ પોલીસે પૃષ્ટિ કરી હતી કે, આ યુવક તે જ છે જેને ધમકી ભર્યો મેસેજ કર્યો હતો. આ યુવકને રાંચી પોલીસને સોંપી દેવામાં આવશે.
જણાવી દઈએ કે, સોશિયલ મીડિયામાં આ કમેન્ટ બાદ રાંચી પોલીસે મહિલા ઘરની સુરક્ષામાં વધારો કર્યો છે. ધોનીના ઘરની બહાર 8 લોકોને તૈનાત કરવામાં આવ્યા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.