આ નરાધમે મહિલાના બીભત્સ વિડીયોની મેટરમાં પોલીસે દબોચ્યો, કાંડ જાણીને કહેશો આને ખતરનાક સજા ફટકારો…

Surat News : ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ સહિત પરણિત સ્ત્રીઓ સાથે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના કિસ્સા સામે આવે છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી મહિલાના મકાનમાં રહેતો વ્યક્તિ તેને અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. જો કે, આ મામલે મહિલાએ પરિવારને જાણ કર્યા બાદ યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જો કે, ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો અને આખરે તેને પોલીસે એક વર્ષ બાદ ઝડપ્યો હતો. સુરતમાંથી સતત ગુનાહિત પ્રવૃતિઓ સામે આવી રહી છે અને ખાસ કરીને મહિલાઓ સાથે છેડતી તેમજ દુષ્કર્મના ઘણા કિસ્સા સામે આવે છે. એક વર્ષ પહેલાં સુરતના ડીડોલી વિસ્તારમાં એક યુવક વિરૂદ્ધ ફરિયાજ નોંધાવવામાં આવી, જેમાં સુરતના લિંબાયત વિસ્તારમાં પરિવાર સાથે રહેતી પરિણીતાના ઘરમાં ભાડે રહેતો કિરણ સુરેશ પાટીલ કે જેને મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

આની જાણ થતા પરિવારના સભ્યોએ મકાન ખાલી કરાવી નાંખ્યું પણ પ્રેમી યુવક આ મહિલાના ઘરની આજુબાજુ આંટાફેરા મારી તેને સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો અને તેને ધમકી પણ આપતો હતો.જેથી કંટાળીને પરિણીતાએ પણ આ ઘર ખાલી કરી નાખ્યુ અને પરિવાર સાથે અન્ય જગ્યા પર જઈને રહેવાનું નક્કી કર્યું. સુરતના ડીંડોલી વિસ્તારમાં તે ભાડાના મકાનમાં રહેવા જતી રહી અને તેમ છત્તાં પણ આ યુવકે તેનો પીછો ન છોડ્યો.

File Pic

તે અવારનવાર મહિલા અને તેના ઘરના સભ્યોને ફોન કરી વાત કરવા માટે દબાણ કરતો અને તે બાદ પરિવારે તેનો નંબર બ્લેકલિસ્ટ કરી નાખ્યો હતો. જો કે, તો પણ તે ના સુધર્યો અને તેણે પરિણીતાના અંગત પળોના વીડિયો કોલિંગ મારફતે ઉતાર્યા હતા અને નગ્ન અવસ્થાના સ્ક્રિન રેકોર્ડિંગના વીડિયો ફરિયાદીના મોબાઈલ નંબર મોકલ્યા અને મહિલા સાથે વાત કરાવવા કહ્યુ અને જો વાત ના કરાવે તો બંને ભાઈને જાનથી મારી નાંખવાની અને ભાભીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી.

File Pic

તે બાદ આખરે કંટાળી પીડિતાએ સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પણ ફરિયાદ નોંધાવતાની સાથે જ આરોપી ફરાર થઈ ગયો. તે પોલીસથી બચવા સુરત સાથે મહારાષ્ટ્રના વતનમાં ફરતો પણ હાલમાં જ કેટલાક દિવસ પહેલા ડીંડોલી પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Shah Jina