કુવામાંથી પાણી ભરવા માટે આ વ્યક્તિએ કર્યો એવો જુગાડ કે વીડિયો જોઈને તમે પણ ખુશ થઇ જશો

સોશિયલ મીડિયા ઉપર ઘણા એવા વીડિયો હોય છે જે રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, ઘણા વીડિયોની અંદર ખાસ એવા જુગાડ જોવા મળે છે અને આ જુગાડ પણ લોકોને ખુબ જ પસંદ આવતા હોય છે.

ત્યારે આવો જ એક કુવામાંથી પાણી કાઢવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પાણી કાઢવા માટે એવો ખાસ જુગાડ કરે છે જે લોકોને જોઈને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને આ જુગાડનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આપણા દેશની અંદર ઘણા લોકો એવા હોય છે કે કોઈપણ નાના મોટા કામ માટે જુગાડ કરતા હોય છે અને પોતાનું કામ પૂરું કરે છે. ઘણા લોકો આવા જુગાડના કારણે જ પોતાનું કામ પણ સફળતા પૂર્વક પૂરું કરતા હોય છે. આવો જ આ એક ખેડૂતનો વીડિયો છે જે કુવામાંથી પાણી કાઢવાનો જુગાડ કરી રહ્યો છે.

વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે એક કૂવાની પાસે એક વ્યક્તિ ઉભો છે. ત્યાં બાજુમાં એક મોટું લાકડું બે થાંભલા વચ્ચે બંધાયેલું છે. કૂવાની નજીક રહેલા લાકડાના છેડા ઉપર દોરડું બંધાયેલું છે. જેમાં ડોલ બાંધીને તે વ્યક્તિ કુવામાં ઉતારે છે અને પછી દોરડાની મદદથી ખુબ જ સરળતાથી પાણી કુવામાંથી બહાર કાઢે છે.

આ મજેદાર વીડિયોને આઈએફએસ અધિકારી પ્રવીણ કાસવાન દ્વારા શેર કરવામાં આવ્યો છે, આ વીડિયો પોસ્ટ કરવાની સાથે તેમને લખ્યું છે, “પાણીની કિંમત… જુઓ કેવી રીતે સરળતાથી ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે. મેકેનિઝમને સમજવાનો પ્રયત્ન કરો. આ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ છે.” તમે પણ જુઓ આ વાયરલ વીડિયો…

Niraj Patel