ફિલ્મી અંદાજની અંદર યુવક યુવતીએ એકબીજાની સામે તાણી દીધો તમંચો, તસવીર વાયરલ થયા બાદ પોલીસે ભર્યું આ પગલું

આજકાલ લોકો સોશિયલ સોશિયલ મીડિયાની અંદર નામના મેળવવા માટે અવનવા ખેલ કરતા હોય છે. ઘણીવાર આવા ખેલના કારણે જ સોશિયલ મીડિયામાં તેમના ફોલોઅર્સ પણ વધવા લાગતા હોય છે, પરંતુ આવું કરવું ક્યારેક મુસીબત રૂપ પણ સાબિત થઇ પડે છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક યુવક અને યુવતી ફિલ્મી અંદાજમાં એકબીજા સામે તમંચો તાણી અને ઉભેલા જોવા મળ્યા હતા, જેની તસ્વીર વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ.

આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના બાગપતમાં જ્યાં એક યુવક યુવતીને તમંચાથી ફોટો લેવો ભારે પડી ગયો. યુવક યુવતીએ ફિલ્મી અંદાજમાં એકબીજાની કાનપટ્ટી પાસે તમંચો તાણી રાખ્યો હતો. તસરીમાં દેખાઈ રહેલા યુવક અને યુવતી પ્રેમી અને પ્રેમિકા જણાવામાં આવી રહ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે.

વાયરલ તસ્વીરોમાં યુવક યુવતીએ ફિલ્મી સ્ટાઈલમાં એકબીજા ઉપર તમંચો તાણી અને ફોટોશૂટ કરાવ્યું. જેના બાદ આ તસ્વીરને તેમને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતી. વાયરલ તસ્વીરને જોતા લાગી રહ્યું છે કે આ શિયાળાના દિવસોમાં લેવામાં આવી હોઈ શકે છે. આ તસ્વીરમાં એવા પોઝ આપી રહ્યા છે કે તેને જોઈને લાગે કોઈ અપરાધી સરેન્ડર કરી રહ્યો છે.

આ વાયરલ તસવીર જોઈને યુવતીની ભાભીએ બડૌત પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરી,  જેના આધાર ઉપર પોલીસે ફરિયાદ નોંધી અને યુવક યુવતીની તલાશમાં લાગી ગઈ છે. બંનેની ધરપકડ કરવા માટે ટીમ પણ મોકલવામાં આવી છે. જલ્દી જ બંનેની ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel