ડંડો લઈ મરઘાને ડરાવવા માંગતો હતો આ યુવક, પરંતુ તેની ચાલ પડી ગઈ ઉંધી અને પછી જે થયું એ જોઈને પેટ પકડી હસવા લાગશો

ઘણા લોકો એવા હોય છે વટમાં આવી અને વાંદરાની પણ સળી કરતા હોય છે, આવા લોકોને જાણે સળી કરવાની મજા આવે. ઘણીવાર આપણે જોયું છે કે નાના પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જોઈને ઘણા લોકો વિચારે કે આ આપણું શું કરી લેવાના છે ? પરંતુ એક નાની એવી કીડી હાથીના કાનમાં જતા તેના મોતનું પણ કારણ બને છે એ આપણે બધા જ જાણીએ છીએ.

હાલ સોશિયલ મીડિયાની અંદર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એવું જ કંઈક જોવા મળી રહ્યું છે. જેમાં એક વ્યક્તિ લાકડી લઈને મરઘાને ડરાવવા માટે જાય છે અને તેની ચાલ ઉંધી પડી જાય છે, અને આ વ્યક્તિને ઉભી પુછડીએ ભાગવાનો પણ સમય આવે છે. આ વીડિયો જોઈને તમે પણ તમારું હસવું રોકી નહીં શકો.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક જંગલ જેવા વિસ્તારની અંદર દેખાઈ રહેલી એક ઓરડીની પાસે એક મરઘો ઉભો છે, અને ત્યાં એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને આવે છે અને મરઘાંને ડરાવવાનો પ્રયત્ન કરે છે .પરંતુ મરઘો ડરતો નથી અને તેની સામે ધીમે ધીમે આવવા લાગે છે. અને અચાનક જ મરઘો જોરથી તે વ્યક્તિ તરફ દોડવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ વ્યક્તિ એટલો બધો ડરી જાય છે કે ત્યાંથી સુધો નીચેની તરફ જ કૂદકો મારે છે અને બાજુમાં રહેલા એક ઝાડ પાસે લટકાઈને નીચેની તરફ કુદે છે અને નીચે કુદતા જ ઉભી પુછડીએ ભાગવા લાગે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઈને ઘણા લોકો પોતાનું હસવું પણ નથી રોકી રહ્યા તો ઘણા લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel