ગજબનું દિમાગ વાપર્યું આ ભાઈએ…કબાડમાંથી બનાવી દીધું એવું રીમોર્ટ વાળું પ્લેન કે હવે મળી ગઈ આ મોટી ઓફર… જુઓ વીડિયો

ક્યારેય પ્લેનમાં પણ ના બેઠેલા આ વ્યક્તિએ કચરામાંથી બનાવ્યું રીમોર્ટ કંટ્રોલ વાળું પ્લેન, કારીગરી જોઈને લોકો પણ થયા આફરીન, જુઓ વીડિયો

Man Builds Airplane From Trash : દુનિયાભરમાં ઘણા બધા એવા લોકો છે જે પોતાની મહેનતથી કઈ કરીને બતાવે છે. ઘણા લોકો પાસે આવડત  ઘણી હોય છે પરંતુ તેમને કોઈ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાના કારણે તેમની પ્રતિભા બહાર નથી આવી શકતી. ત્યારે આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને ઘણા લોકોએ પોતાના ટેલેન્ટને સોશિયલ મીડિયા (social media) ના પ્લેટફોર્મ પર શેર કરીને મોટી નામના પણ મેળવી લીધી છે.

હાલ આવા જ એક વ્યક્તિની કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે. એક માણસ જે ક્યારેય વિમાનમાં બેઠો ન હતો, તેણે ક્યારેય વિમાનને નજીકથી જોયું ન હતું પરંતુ વિમાનની ઉડાનથી તે વ્યક્તિ એટલો પ્રભાવિત થઇ ગયો કે તેને કચરામાંથી રીમોર્ટ કંટ્રોલ વાળું વિમાન બનાવી દીધું. નાઈજીરિયા (Nigeria) ના લાગોસના બોલાજી ફતાઈ (Bolaji Fatai) આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. ફતાઈ એક ગરીબ પરિવારમાંથી આવે છે.

વાયરલ વીડિયોમાં ફતાઈનું કબાડમાંથી બનેલું પ્લેન હવામાં ખૂબ જ ઝડપથી ઉડી રહ્યું છે. જોકે ફતાઈએ દુકાનમાંથી પ્રોપેલર અને રિમોટ કંટ્રોલ ખરીદ્યા છે, પરંતુ તેણે પ્લેનની આખી બોડી નકામી સામગ્રીમાંથી બનાવી છે. ગલ્ફ ન્યૂઝ અનુસાર 21 વર્ષીય ફતાઈએ જણાવ્યું કે તેણે 7 વર્ષની ઉંમરથી આ માટે સામગ્રી એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. ફતાઈએ કહ્યું કે જ્યારે પણ હું કોઈ વિમાનને ઉડતું જોતો ત્યારે મારું મન ઉછળી પડતું. જો કે હું ક્યારેય એરોપ્લેનમાં બેસી શક્યો નથી.

ફતાઈ માત્ર જંકમાંથી બનેલું રિમોટ કંટ્રોલ એરપ્લેન બનાવીને લાઈમલાઈટમાં આવ્યા નથી, પરંતુ એક ટેક કંપનીએ તેને ઈન્ટર્નશિપની ઓફર પણ કરી છે. એરોનોટિકલ એન્જિનિયર બનવા તરફ ફતાઈનું આ પહેલું મોટું પગલું છે. ફતાઈએ કહ્યું કે તેમનો દેશ વિકાસશીલ છે અને તે પોતાની ડ્રોન ટેક્નોલોજી દ્વારા તેના વિકાસમાં નાનો ફાળો આપવા માંગે છે.

Niraj Patel