દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી

29 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ થયો અને આ માણસે એવું કામ કર્યું કે મગજ જશે…

એવું કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી અને પ્રેમ જાત-પાત નથી જોતો. પ્રેમ કોઈ પણ ઉંમરમાં થઇ શકે છે અને વ્યક્તિને જીવવાનો નવો અર્થ આપે છે. આપણા બોલિવૂડમાં પણ ઘણી એવી જોડીઓ એવી છે કે જેમના પ્રેમે ઉંમર નથી જોઈ. તેમને તો માત્ર પ્રેમ જોયો છે અને પ્રેમ કરીને લગ્ન કર્યા છે અને એકબીજાનો સાથે સાથ નિભાવ્યો છે.

Image Source

લોકો પ્રેમ માટે કશું પણ કરી શકે છે, ત્યારે જર્મનીમાં 49 વર્ષીય એક વ્યક્તિને પોતાના કરતા 29 વર્ષ નાની યુવતી સાથે પ્રેમ થઇ ગયો અને તેમને પોતાના આ પ્રેમ માટે નોકરી છોડવી પડી છે.

એક અહેવાલ અનુસાર, જર્મનીના ડ્યુસબર્ગમાં રહેતા 49 વર્ષીય મિખાઇલ હોક વ્યવસાયે અભિનેતા અને મોડેલ છે. તેની ગર્લફ્રેન્ડ સારાહ શોપ તેના કરતા 29 વર્ષ નાની છે.

Image Source

જર્મનીના વુપરટાલની 20 વર્ષની સ્વયંસેવક વિદ્યાર્થી, સારાહ શોપને તે પહેલીવાર 2016 માં એક થિયેટરમાં મળ્યા હતા, જયારે તે માત્ર 17 વર્ષની હતી.

બંને થિયેટરમાં પહેલીવાર મળ્યા બાદ બંનેની મુલાકાત થિયેટરમાં અવારનવાર થવા લાગી. બંનેને એકબીજા પ્રત્યે આકર્ષણ હતું પણ ઉંમરના તફાવતને કારણે લોકો શું કહેશે એ વિચારીને સારાહ મિખાઇલને ભાવ આપતી ન હતી.

Image Source

પરંતુ એક મહિનો સોશિયલ મીડિયા પર ચેટિંગ કર્યા બાદ મિખાઇલે તેને સમજાવી અને એ પછી બંનેએ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી જ દીધો અને એકબીજાને ડેટ કરવાનું શરુ કરી દીધું. અને હવે બંને ત્રણ વર્ષથી એકબીજાની સાથે છે. પરંતુ તેમની લવસ્ટોરીમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

Image Source

મિખાઇલ પોતાની ગર્લફ્રેન્ડનો હાથ પકડીને રસ્તા પરથી પસાર થતી વખતે એક વાર એક અજાણ્યા વ્યક્તિએ તેમની ઉંમરના તફાવતને કારણે તેમના પર હુમલો પણ કર્યો હતો.

શરૂઆતમાં પરિવારને બંનેના સંબંધથી પરેશાની જરૂર હતી, પણ પછી મિખાઇલને સારાહના પરિવારે પણ સ્વીકારી લીધો. પરંતુ બંને જ્યા કામ કરતા હતા એ થિયેટરના ડિરેક્ટરને આ બંનેના સંબંધો પસંદ ન આવ્યા.

Image Source

મિખાઈલ જણાવે છે કે એક નવા નાટકની તૈયારી ચાલી રહી હતી, ફાઇનલ રિહર્સલ ચાલી રહયા હતા. નાટકના શો થવાના બે અઠવાડિયા પહેલા ડિરેક્ટરે મને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને મને કહ્યું કે એને મારા અને સારાહના સંબંધોથી આપત્તિ છે. એ ઇચ્છત્તાં હતા કે હું સારાહ સાથે સંબંધો તોડી દઉં. હું ઓફિસથી નીકળ્યો, મેં બધાની સામે મારો સામાન પેક કર્યો અને પોતાના સાથીઓને અલવિદા કહીને ત્યાંથી નીકળી ગયો.

Image Source

સારાહ આજે પણ એ જ થિયેટર કંપનીમાં કામ કરે છે. મિખાઈલ જણાવે છે કે શરૂઆતમાં સારાહ પોતાની જાતને દોષી માનવા લાગી હતી. એને લાગતું હતું કે એના કારણે મિખાઇલની નોકરી ગઈ છે. પરંતુ પછી તેને સમજાવ્યું કે સંબંધોને સન્માન આપવું અને નોકરી છોડવી બંને એમના જ નિર્ણય હતા.

Image Source

હવે આ વાતને ત્રણ વર્ષ થઇ ગયા છે અને સારાહ હવે 20 વર્ષની થઇ ગઈ છે અને મિખાઈલ 49 વર્ષનો થઇ ગયો છે. બંને એકબીજા સાથે ખુશ છે. સરખી ઉંમરના હોવાને કારણે મિખાઇલની સારાહના પિતા સાથે પણ વધુ બને છે. બંને એક સાથે એ કૂતરું પણ એડોપ્ટ કરવાનો વિચાર કરી રહયા છે.

Image Source

જો કે ઉંમરના અંતરના કારણે આજે પણ રસ્તા પર એમને ઘણીવાર લોકોની આલોચના ભરેલી નજરોનો સામનો કરવો પડે છે. પણ બંને લોકોની આવી નજરોને નજરઅંદાજ કરતા રહે છે.

મિખાઈલ કહે છે કે પ્રેમની કોઈ સીમા નથી જાણતો. આનાથી કોઈ ફરક નથી પડતો કે ઉંમર શું છે, કેવા દેખાય છે અને કયાના છે અને તેમની જીવનશૈલી કેવી છે. પ્રેમમાં માત્ર પોતાના દિલની ભાષા સાંભળવાની હોય છે. મહત્વનું એ છે કે દિલ શું કહે છે અને એ કે બંને સાથે ખુશ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.