પરણિત મહિલાઓ સાથે સાસરીમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવાના ઘણા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણી મહિલાઓ આવી યાતનાઓનો ભોગ બની અને તેમનું જીવન પણ ટૂંકાવી લેતા હોય છે. હાલ એવી જ એક ઘટનાએ ચકચાર માચાવી દીધી છે, જેમાં સાસરિયાના ત્રાસથી પરણીતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
રાજસ્થાનના પાલીમાં આવેલા ફાલનાની અંદર 24 વર્ષની મમતાએ દહેજ અને પતિના મહેણાંથી કંટાળીને પોતાના પિયરમાં આપઘાત કરી લીધો થયો. તેની એક 7 મહિનાની દીકરી પણ હતી. પતિ હંમેશા તેને મહેણાં મારતો હતો કે તે તેની દીકરી નથી. સાસરીવાળા પણ દહેજને લઈને તેની સાથે મારઝૂડ કરતા હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અને ઝેર ખાઈને આપઘાત કરી લીધો.
પરિણીતાના શબને ગત શનિવારના રોજ પોસ્ટમોર્ટમ કરાવીને પિયર વાળાને સોંપી દેવામાં આવ્યો અને સાંજે પિયર પક્ષ દ્વારા મમતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.મમતાના લગ્ન બે વર્ષ પહેલા ફાલનામાં રહેવા વાળા નવલ કિશોર ખારવાલ સાથે થયા હતા. નવલ રેલવેમાં નોકરી કરતો હતો. મમતાએ પણ બીએસસી-બીએડ સુધીનો અભ્યાસ કર્યો હતો. તે પણ તેના પિતાની જેમ શિક્ષિકા બનાવ માંગતી હતી.
પરંતુ લગ્ન બાદ તેની આ ઈચ્છા પૂર્ણ ના થઇ. લગ્ન બાદ તેને એક દીકરી પણ હતી. નવલ હંમેશા તેને મહેણાં મારતો હતો કે તે દીકરી તેની નથી. જેના કારણે તે તેને મળવા નહિ આવે. મમતાના પિતા કાંતિલાલ સીસોદીયાએ જણાવ્યું કે સાસરીવાળા પણ તેને દહેજને લઈને હેરાન કરતા હતા. ઘણીવાર તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગત શુક્રવારના રોજ તેમની દીકરીએ કંટાળીને જીવ આપી દીધો. દીકરીના મોત બાદ પિતાએ ફાલના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
મમતા છેલ્લા ત્રણ મહિનાથી તેના પિયરમાં હતી. શુક્રવારે આપઘાત કરતા પહેઅલ તે પોતાના રૂમની અંદર ચાલી ગઈ. ઘરની અંદર બધા જ સભ્યો હતા. ઘણીવાર સુધી તે પરત ના ફરી તો માતા-પિતાએ બૂમ પાડી પરંતુ દરવાજો ના ખોલ્યો અને તેમને અંદર જઈને જોયું તો મમતા બેભાન પડી હતી,તેને ફાલના હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.