સલમાન ખાનની ગ્લેમરસ અભિનેત્રી મમતા કુલકર્ણી હવે દેખાવા લાગી છે આવી, સોશિયલ મીડિયા પર વાયલ થઇ તસવીર

એક સમયે સૌથી સુંદર હિરોઈન આજે કેવી હાલતમાં છે? જુઓ

મમતા કુલકર્ણી તેના દાયકામાં બોલિવૂડની નંબર વન અભિનેત્રી હતી. મમતાને લોકો તેના ગ્લેમરસ અંદાજ માટે પણ પસંદ કરતા હતા.

મમતાના અભિનય અને ડાન્સના લોકો દીવાના હતા અને તેની સુંદરતાના પણ દીવાના હતા. મમતા કુલકર્ણીએ ફિલ્મોથી પોતાને દૂર કરી લીધી છે પરંતુ તેમના ચાહકો તેમને આજે પણ યાદ કરે છે.

મમતા સોશ્યિલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તેમજ ચાહકો સાથે તેમની તસવીરો અને વીડિયો પણ શેર કરતી હોય છે.મમતાની તસવીર સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તેનો લુક ખુબ જ સુંદર છે.

જોકે તે તસવીર જૂની છે પરંતુ મમતાના ચાહકો માટે આ ટ્રીટ જેવું છે. અદાકાર મમતા કુલકર્ણી 90ના દાયકામાં તેની બોલ્ડનેસ માટે જાણીતી હતી. મમતા કુલકર્ણીએ 90ના દાયકામાં  કોઈ સપોર્ટ વગર બ્લોકબસ્ટર ફિલ્મો કરી હતી.

તે ઘણી બધી અદાકારાથી આગળ નીકળી ગઈ હતી. મમતા કુલકર્ણી જે સમયે સ્ટારડમ પર હતી તે જ દરમ્યાન તેનું નામ અંડરવર્લ્ડ સાથે જોડાઈ ગયું હતુ અને ત્યારબાદ તેની કારકિર્દી બરબાદ ગઈ હતી.

અદાકારા મમતા કુલકર્ણીએ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યા પછી બીજી વસ્તુઓમાં કામ કરવાનું શરુ કર્યું પરંતુ તેમાં પણ કોઈ સફળતા મળી નહિ. મમતા કુલકર્ણીની અત્યારની તસવીર પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ છે. તેને આખ પર સનગ્લાસ લગાવ્યા છે

અને વાળ ખુલ્લા રાખેલા છે. ગળામાં મોતીની માળા પહેરેલી છે. મમતા આ તસવીરમાં મિનિમલ  મેકઅપમાં પણ ખુબ જ ગોર્જિયસ દેખાઈ રહી છે. મમતાની તસવીર પર ચાહકો કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

એક ચાહકે અભિનેત્રીની તારીફ કરતા લખ્યું, ‘તમે અત્યારે પણ ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છો.’ તો બીજા કોઈ ચાહકે લખ્યું, ‘સુંદર મેમ’. આવી રીતે ચાહકો તેમની તસવીર પર કૉમેન્ટ્સ કરીને ખુબ જ પ્રેમ આપી રહ્યા છે.

મમતાના વક્રફ્રન્ટની વાત કરીએ તો મમતા ઘણી હિટ ફિલ્મોમાં નજર આવેલી હતી. તે ફિલ્મ’કરણ અર્જુન’માં પણ જોવા મળી હતી. તેના સિવાય મમતાએ ‘નસીબ’,’બાઝી’,’સબસે બડા ખેલાડી’,’કિસ્મત ઔર આંદોલન. જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

90ના દાયકાની બૉલીવુડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી તેની બોલ્ડ અદાઓથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. મમતાએ ફોટોશૂટ કરીને તહેલકો મચાવી દીધો હતો. જ્યારે પણ મમતા કુલકર્ણીનું નામ આપણા મગજમાં આવે છે

ત્યારે આશિક આવારા (1993), વક્ત હમારા હૈ (1993), ક્રાંતિવીર (1994), કરણ અર્જુન (1995) જેવી ફિલ્મ્સના સીન ચાલવા લાગે છે, જેમાં તે બહેતરીન એક્ટિંગથી લોકોને દીવાના બનાવી દીધા હતા. મમતા કુલકર્ણીએ સફળ કારકિર્દી મેળવી હતી.

Patel Meet