જીવનશૈલી મનોરંજન

369 ગાડીઓના માલિક છે આ સુપરસ્ટાર, એક વાર ચલાવ્યા પછી બીજા વર્ષે આવે છે ગાડીનો નંબર

રાજા મહારાજા જેવી જિંદગી જીવે છે આ સુપરસ્ટાર, 369 ગાડીઓનું કલેક્શન જુઓ

ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા કિરદારોનો ક્રેઝ આપણે જાણીએ જ છીએ. મોટાભાગે જોવામાં આવે છે કે જેમ જેમ ફિલ્મી કલાકારોને સફળતા મળે છે તેમ તેમ તેઓના શોખ પણ વધવા લાગે છે. એવામાં કલાકારો મોંઘી મોંઘી ગાડીઓ, બાઈક્સ, કપડા, ફોન વગેરેના ખુબ શોખીન હોય છે. પણ આજે અમે તમને મલયાલમ અને તમિલ ફિલ્મોના એક એવા સુપરસ્ટાર વિશે જણાવીશું જેની પાસે એક બે નહિ પણ પુરા 369 ગાડીઓનો કાફલો છે.

અમે અહીં અભિનેતા મમૂટી વિશે વાત કરી રહ્યા છીએ. મમૂટી પાસે એકથી એક મોંઘી ગાડીઓનો ભંડાર પડેલો છે. મમૂટીએ પોતાની ગાડીઓ માટે અલગ ગેરેજ પણ બનાવી રાખ્યું છે. મોટાભાગે મમૂટી જાતે જ ગાડી ચલાવવાનું પસંદ કરે છે.

 

View this post on Instagram

 

#Mamangam

A post shared by Mammootty (@mammootty) on

આગળની 7 સપ્ટેમ્બરે મમૂટીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. મમૂટી મલયાલમ અને તમિલ ફિલ્મોમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે. એવામાં આજે અમે તમને મમૂટીના શાનદાર કાર કલેક્શન વિશે જણાવીશું.

Image Source

મમૂટીને દેશની કાર એટલે કે મારુતિ સાથે ખાસ લગાવ છે. આ સિવાય મમૂટીએ અમુક વર્ષ પહેલા દિલ્લીના હરપાલ સિંહની મારુતિ-800 પણ ખરીદવાની વાત કહી હતી. આ તેજ પહેલી મારુતિ-800 હતી, જેની ચાવી હરપાલે પહેલા ગ્રાહકના સ્વરૂપે ઇન્દિરા ગાંધી પાસેથી 14 ડિસેમ્બર 1983 ના રોજ લીધી હતી.

Image Source

આ ગાડીની હાલત વર્ષ 2010 માં હરપાલ સિંહના નિધન પછી ખુબ જ ખરાબ થઇ ગઈ હતી. તેની પત્ની પણ બે વર્ષ પછી મૃત્યુ પામી હતી અને પરિવારમાં આ ગાડીની કાળજી રાખવા માટે કોઈ સમર્થ ન હતું.

Image Source

આ જાણકારી જ્યારે મમૂટીને મળી તો તેણે તરત જ આ ગાડી ખરીદવાની ઇચ્છા જાહેર કરી. જો કે હરપાલ સિંહની બંન્ને દીકરીઓ અને પરિવારે આ ગાડીને વહેંચવાની ના કહી દીધી અને તેઓએ કંપનીને આ ગાડીની હાલત સુધારવા માટેનું કહ્યું.

Image Source

જો આ ગાડી મમૂટીને મળી જાત તો તેના કાફલામાં એક અન્ય શાનદાર ગાડી જોડાઈ જાત. મમૂટીની પહેલી કાર પણ મારુતિ ની જ હતી અને તેના 369 ગાડીઓના કાફલામાં આજે પણ તે ઉપસ્થિત છે. મમૂટી સાઉથમાં ઓડી ગાડી ખરીદનારા પહેલા અભિનેતા માનવામાં આવે છે.

Image Source

મેગા સ્ટાર મમૂટીની પાસે ટોયોટા લૈંડ ક્રુજર LC 200, ફરારી, મર્સીડીઝ, ઓડીના ઘણા મોડેલ્સ, પોર્શ, ટોયોટા ફોર્ચ્યુનર, Mini Cooper S, F10 BMW 530d અને 525d, E46 BMW M3, Mitsubishi Pajero Sport, ફૉક્સવૈગન પૈસેટ X2 અને અનેક SUV’s છે. મમૂટીની પાસે આઇશરની એક કૈરાવૈન પણ છે, જેનું તેણે મોડીફાઇ કરાવ્યું છે.

Image Source

મમૂટીના ગાડીઓના કાફલામાં જગુઆર XJ-L(કૈવિયર) સૌથી લેટેસ્ટ છે, જેના બંન્ને વર્જન(પેટ્રોલ-ડીઝલ) મમૂટીએ ખરીદેલા છે. આ સિવાય તેનો રજીસ્ટર નંબર પણ (KL 7BT 369)તેના 369 કલેક્શન પર બેસ્ડ છે. જો કે તેની મોટાભાગની ગાડીઓના નંબરમાં 369 નંબર ચોક્કસ હોય છે.