ખબર

કોરોનાનો કહેર : ચૂંટણીની જીતનો જંગ મમતા બેનર્જી માટે બદલાઈ ગયો શોકમાં, સીએમ મમતા બેનર્જીના નાના ભાઈનું થયું કોરોનાથી નિધન

છેલ્લા એક મહિનાથી કોરોનાથી ઝઝૂમી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું નિધન થયું ગયું છે  અસીમ કોલકત્તાના મેડિકા સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ભરતી હતો. મીડિયા રિપોર્ટ અનુસાર અસીમનો અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલ અંતર્ગત કરવામાં આવશે.

મેડિકા હોસ્પિટલના ચેરમેન ડો. આલોક રોય દ્વારા જણાવવામાં આવ્યું છે કે “સીએમ મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે સવારે હોસ્પિટલમાં નિધન થઇ ગયું. તે કોરોના સંક્રમિત હતો અને તેની સારવાર ચાલી રહી હતી.

એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મમતાનો ભાઈ અસીમ છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત હતો. આજે સવારે તેની તબિયત વધારે બગડી અને તેની નિધન થઇ ગયું. આજે શનિવારની સવારે તેને છેલ્લા શ્વાસ લીધા.