ઉતરાયણ આવે એટ્લે ઘરે ઘરે મમરાના લાડવાં મોટેભાગે ગુજરાતી ઘરોમાં બનાવવામાં જ આવે છે. જે નાના છોકરાથી માંડીને મોટા સૌ કોઈને ખૂબ જ પસંદ આવે છે. જે બનાવવામાં બિલકુલ સમય પણ નથી લાગતો ને સાથે સાથે ખાવામાં પૌષ્ટિક પણ છે. તો બનાવો આજે મમરાના લાડવાં બનાવવાની સંપૂર્ણ ને પરફેક્ટ રેસીપી.
મમરાના લાડુ બનાવવાની સામગ્રી –
- ગોળ 150ગ્રામ,
- મમરા 100 ગ્રામ,
- પાણી 1વાડકી,
રીત : સૌપ્રથમ મમરાને એકદમ ધીમા ગેસે મમરા બળે નહી એમ શેકી લેવાના પછી તેને એક બાજુ મૂકી દેવાના.
પછી એક પેનમાં ગોળ નાખો ને ધીમી આંચે ગોળને ઓગાળવા દો ને હલાવતા જાવ.
પાયો આવી જાય એટ્લે તેમાં શેકેલા મમરા નાખીને હલાવો.મમરા એકદમ મિક્સ થાય ત્યાં સુધી હલાવી નાખવા.
હવે મમરાને એક થાળીમાં લઈ લો.
હવે પાણીવાળા હાથ કરીને મમરાના લાડુ બનાવો, પાણીવાળા હાથ કરવાથી હાથમાં દઝાશે નહી.
તો તૈયાર છે મમરા ના લાડુ…. ઉતરાયણ માં જરૂર થી બનાવજો તમારા બાળકો માટે, અને તમને આ રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો..
રેસીપી ની લિંકનો વિડીયો જોવા માટે અહીંયા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો :
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw