કળિયુગનો કંસ કરતા પણ ખરાબ મામો, સગી ભાણી સાથે આચર્યું દુષ્કર્મ ને ગર્ભવતી બનાવી, બીભત્સ કાંડ કરવા આ ટ્રીક અપનાવી મામાએ, જાણો વિગત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ યુવતી ઉપરાંત સગીરાઓ સાથે પણ દુષ્કર્મ અને છેડછાડની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણીવાર તો એવી ઘટનાઓ પણ સામે આવે છે કે પરિવારની અંદર જ કોઈ વ્યક્તિ દ્વારા આ જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો અંક્લેશ્વરમાંથી સામે આવ્યો છે. જ્યાં સગા મામાએ જ પોતાની 14 વર્ષની ભાણીને ગર્ભવતી બનાવી દીધી.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર GIDCમાં ચાની લારી ચલાવી રહેલા એક દંપતીને 14 વર્ષ અને 6 મહિનાની એક દીકરી હતી. ત્યારે ગત જાન્યુઆરી મહિનામાં તેના સગા મામાએ તેમની લારી પર આવીને તેમની દીકરીને ગાડી શીખવા માટે લઇ જવાનું કહ્યું. મામા પોતે પણ બે સંતાનોના પિતા હતા. ત્યારે પોતાની દીકરી તુલ્ય ભાણીને તે ગાડી શીખવા માટે લઇ ગયા.
આ દરમિયાન કોઈ અવાવરું જગ્યાએ જઈને ઝાડીઓમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી ભાણીને ધમકી આપી કે જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. જેના ડરના કારણે ભાણીએ પણ કોઈને આ વાત વિશે જણાવ્યું નહિ. પરંતુ થોડા સમયમાં જ મામાનું પાપ છાપરે ચઢીને પોકાર્યું અને ભાણી ગર્ભવતી બની જતા આખો મામલો પ્રકાશમાં આવ્યો.
પોતાની દીકરીના ગર્ભવતી થવાની જાણ થતા જ માતા પિતા પણ હેબતાઈ ગયા હતા. આ મળે દીકરીની પૂછપરછ કરતા મામાનું નામ સામે આવતા જ તેમના પણ હોશ ઉડી ગયા હતા. જેના બાદ આ નરાધમ મામા વિરુદ્ધ દંપતીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલસી મામા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.