રાજા મહારાજા જેવી જિંદગી જીવે છે આ સુપરસ્ટાર, 369 કાર પ્લેટ વાળી ગાડીઓનું કલેક્શન જુઓ
ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા કિરદારોનો ક્રેઝ આપણે જાણીએ જ છીએ. મોટાભાગે જોવામાં આવે છે કે જેમ જેમ ફિલ્મી કલાકારોને સફળતા મળે છે તેમ તેમ તેઓના શોખ પણ વધવા લાગે છે. એવામાં કલાકારો મોંઘી મોંઘી ગાડીઓ, બાઈક્સ, કપડા, ફોન વગેરેના ખુબ શોખીન હોય છે. પણ આજે અમે તમને મલયાલમ અને તમિલ ફિલ્મોના એક એવા સુપરસ્ટાર વિશે જણાવીશું જેની પાસે એક બે નહિ પણ પુરા 369 ગાડીઓનો કાફલો છે.
અમે અહીં અભિનેતા મમૂટી વિશે વાત કરી રહ્યા છીએ. મમૂટી પાસે એકથી એક મોંઘી ગાડીઓનો ભંડાર પડેલો છે. મમૂટીએ પોતાની ગાડીઓ માટે અલગ ગેરેજ પણ બનાવી રાખ્યું છે. મોટાભાગે મમૂટી જાતે જ ગાડી ચલાવવાનું પસંદ કરે છે.
આગળની 7 સપ્ટેમ્બરે મમૂટીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. મમૂટી મલયાલમ અને તમિલ ફિલ્મોમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે. એવામાં આજે અમે તમને મમૂટીના શાનદાર કાર કલેક્શન વિશે જણાવીશું.
મમૂટીને દેશની કાર એટલે કે મારુતિ સાથે ખાસ લગાવ છે. આ સિવાય મમૂટીએ અમુક વર્ષ પહેલા દિલ્લીના હરપાલ સિંહની મારુતિ-800 પણ ખરીદવાની વાત કહી હતી. આ તેજ પહેલી મારુતિ-800 હતી, જેની ચાવી હરપાલે પહેલા ગ્રાહકના સ્વરૂપે ઇન્દિરા ગાંધી પાસેથી 14 ડિસેમ્બર 1983 ના રોજ લીધી હતી.
આ ગાડીની હાલત વર્ષ 2010 માં હરપાલ સિંહના નિધન પછી ખુબ જ ખરાબ થઇ ગઈ હતી. તેની પત્ની પણ બે વર્ષ પછી મૃત્યુ પામી હતી અને પરિવારમાં આ ગાડીની કાળજી રાખવા માટે કોઈ સમર્થ ન હતું.
આ જાણકારી જ્યારે મમૂટીને મળી તો તેણે તરત જ આ ગાડી ખરીદવાની ઇચ્છા જાહેર કરી. જો કે હરપાલ સિંહની બંન્ને દીકરીઓ અને પરિવારે આ ગાડીને વહેંચવાની ના કહી દીધી અને તેઓએ કંપનીને આ ગાડીની હાલત સુધારવા માટેનું કહ્યું.
જો આ ગાડી મમૂટીને મળી જાત તો તેના કાફલામાં એક અન્ય શાનદાર ગાડી જોડાઈ જાત. મમૂટીની પહેલી કાર પણ મારુતિ ની જ હતી અને તેના 369 ગાડીઓના કાફલામાં આજે પણ તે ઉપસ્થિત છે. મમૂટી સાઉથમાં ઓડી ગાડી ખરીદનારા પહેલા અભિનેતા માનવામાં આવે છે.
મેગા સ્ટાર મમૂટીની પાસે ટોયોટા લૈંડ ક્રુજર LC 200, ફરારી, મર્સીડીઝ, ઓડીના ઘણા મોડેલ્સ, પોર્શ, ટોયોટા ફોર્ચ્યુનર, Mini Cooper S, F10 BMW 530d અને 525d, E46 BMW M3, Mitsubishi Pajero Sport, ફૉક્સવૈગન પૈસેટ X2 અને અનેક SUV’s છે. મમૂટીની પાસે આઇશરની એક કૈરાવૈન પણ છે, જેનું તેણે મોડીફાઇ કરાવ્યું છે.
મમૂટીના ગાડીઓના કાફલામાં જગુઆર XJ-L(કૈવિયર) સૌથી લેટેસ્ટ છે, જેના બંન્ને વર્જન(પેટ્રોલ-ડીઝલ) મમૂટીએ ખરીદેલા છે. આ સિવાય તેનો રજીસ્ટર નંબર પણ (KL 7BT 369)તેના 369 કલેક્શન પર બેસ્ડ છે. જો કે તેની મોટાભાગની ગાડીઓના નંબરમાં 369 નંબર ચોક્કસ હોય છે.
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ખબર છે કે મલયાલમ ફિલ્મોના સ્ટાર મમૂટી કોરોના પોઝિટિવ આવ્યા છે. ગયા શનિવારે જ તેમના ગળામાં થોડી ખરાશ થઇ હતી, જે બાદ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યા છે. તેમણે 25 વર્ષોથી પણ વધુના કરિયર દરમિયાન શીર્ષ અભિનેતાનાના રૂપમાં 380થી વઘારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. મમૂટીને સાઉથના અંબાણી કહેવામાં આવે છે. મમૂટી એક શાનદાર અભિનેતા હોવાની સાથે સાથે વકીલ પણ છે.
ફિલ્મ કલાકારો પર કોરોના સતત તબાહી મચાવી રહ્યો છે. તાજેતરનો કેસ 50 વર્ષીય મલયાલમ સુપરસ્ટાર મામૂટીનો છે જેઓ કોરોનાનો ભોગ બન્યા છે. તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ તેમણે આગામી ફિલ્મ CBI-5નું શૂટિંગ બે અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું હતું. દક્ષિણ ફિલ્મોના સમાચાર ટ્રેકર મનોબાલા વિજયબાલને તેમની પોસ્ટમાં મામૂટીના કોરોના પોઝિટિવનો ખુલાસો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મામૂટીને ગળામાં હળવો દુખાવો હતો, ત્યાર બાદ તેમણે ટેસ્ટ કરાવ્યો. તે પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા મામૂટીએ તેમની આગામી ફિલ્મ CBI 5નું ફર્સ્ટ લૂક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.
ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા સ્ટાર્સનો કાર ક્રેઝ આપણે બધા જાણીએ છીએ. તેમના કલેક્શનમાં મોંઘી અને લક્ઝરી કાર છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મલયાલમ અને તમિલ ફિલ્મોના સુપરસ્ટાર મામૂટી પાસે એક-બે નહીં પરંતુ લગભગ 369 કાર છે. એટલું જ નહીં, મામૂટીએ થોડા વર્ષો પહેલા દેશની પ્રથમ મારુતિ-800 ખરીદવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. મામૂટીએ પોતાની કાર માટે અલગ ગેરેજ બનાવ્યું છે. મોટે ભાગે તેઓ જાતે જ કાર ચલાવવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે મામૂટી દક્ષિણમાં ઓડી ખરીદનાર પ્રથમ સ્ટાર હોવાનું પણ કહેવાય છે.
મમૂટી મલયાલમ ફિલ્મોમાં ડબલ રોલ માટે જાણીતા છે. તેણે લગભગ નવ ફિલ્મોમાં ડબલ રોલ કર્યા છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના બે મોટા સ્ટાર ગણાતા મામૂટી અને કમલ હાસને ક્યારેય ફિલ્મોમાં સાથે કામ કર્યું નથી. મમૂટી એકમાત્ર મલયાલમ અભિનેતા છે જેને ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. મમૂટી એકવાર કાયદામાં કારકિર્દી બનાવવા માંગતા હતા, તેથી તેમણે એર્નાકુલમ લો કોલેજમાંથી એલએલબી કર્યું.
મમૂટી તેમના અભિનયની સાથે સાથે વૈભવી જીવનશૈલી માટે પણ જાણીતા છે. તેમની પાસે કરોડોની સંપત્તિ છે. મામૂટી 210 કરોડની સંપત્તિના માલિક છે. મમૂટીને તેમની કાર માટે અલગ ગેરેજ બનાવવામાં આવ્યું છે. મોટેભાગે તેઓ જાતે જ કાર ચલાવવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે મામૂટી દક્ષિણમાં ઓડી ખરીદનાર પ્રથમ સ્ટાર હોવાનું પણ કહેવાય છે.
તે ઘણી બ્રાન્ડ્સના એમ્બેસેડર પણ છે, જેમાંથી તે ઘણી કમાણી કરે છે. મમૂટી જે બંગલામાં રહે છે તેની કિંમત ચાર કરોડથી વધુ છે.
મમૂટી પાસે આઈશરનો કાફલો પણ છે, જેમાં તેમણે ફેરફાર કર્યો છે. મમૂટીના પરિવારની વાત કરીએ તો તેમણે 1979માં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે.વર્ષ 2000માં, મમૂટી લગભગ બે વર્ષ સુધી પ્રસારિત થતી સિરિયલ ‘જ્વાલાયા’ના નિર્માતા બન્યા. તે પ્રોડક્શન હાઉસનું નામ મેગાબાઇટ્સ હતું. મમૂટી પાસે 15-20 નહીં પણ 369 કારનું કલેક્શન છે. તેમની ઘણી કારની સંખ્યા 369 છે.