ખબર

લ્યો બોલો બ્રિટને ફરી ભારત સરકારને મૂર્ખ બનાવી, ભાગેડુ વિજય માલ્યાને કહ્યું ક્યારે સોંપણી થશે તે નક્કી નહિ- જાણો વિગત

ભારતની બેંકોનું 9000 કરોડ રૂપિયાનું કરજ લઈને ભાગી છૂટેલા વિજય માલ્યાને લઈને ચર્ચાઓ થમવાનું નામ નથી લઈ રહી, છેલ્લા થોડા સમયથી વિજય માલ્યાને ભારતમાં લાવવાની વાતો ચાલી રહી છે, ત્યારે હાલમાં બ્રિટન દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિજય માલ્યાને ભારતને સોંપવામાં સમય લાગી શકે છે.

Image source

બ્રિટિશ હાઈ કમિશ્નર ફિલિપ બાર્ટને ગુરુવારે જણાવ્યું હતું કે બ્રિટન સરકાર ભાગેડુ કારોબારી વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે સમય સીમા નક્કી નથી કરી શકતી. તેમને એવો વિશ્વાસ પણ જરૂર આપાવ્યો છે કે અપરાધી દેશની સીમાઓની પાર જઈને બચી શકે એમ નથી.

Image source

ઓનલાઇન પ્રેસ વાર્તાની અંદર જ્યારે ફિલિપને પૂછવામાં આવ્યું કે શું માલ્યાએ બ્રિટનમાં શરણ માંગી હતી ? તેના ઉપર ઉચ્ચાયુક્તએ કહ્યું કે તેમની સરકાર આવા મુદ્દાઓ ઉપર ક્યારેય ટિપ્પણી નથી કરતી. બાર્ટને કહ્યું કે સરકાર અને અદાલતો લોકોને બીજા દેશમાં ભાગવાથી રોકવાની પોતાની ભૂમિકાથી બહુ સારી રીતે પરિચિત છે. આપણે બધા કોઈપણ મામલામાં પોતાની ભૂમિકાને લઈને એ સુનિશ્ચિત કરવા માટે પ્રીતિબદ્ધ છીએ, કે રાષ્ટ્રીય સીમા પાર કરીને અપરાધી ન્યાયના દાયરામાંથી બચીને ના નીકળી જાય.

Image Source

ગયા મહિને ભારતે બ્રિટન પાસે અપીલ કરી હતી કે તે માલ્યાને શરણ માંગવાની અપીલ ઉપર વિચાર ના કરે. માલ્યાને ભારતને પ્રતાડિત કરવા માટેનો કોઈ આધાર નથી. આ પહેલા બ્રિટન દ્વારા સંકેત આપવામાં આવ્યા હતા કે માલ્યાના જલ્દી પ્રત્યાર્પણની આશા ઓછી છે. બ્રિટન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઘણા કાનૂની પહેલું છે જે માલ્યાના પ્રત્યાર્પણની પહેલા ઉકેલવાની જરૂર છે.

Image source

માલ્યા ઉપર ભારતીય બેંકો પાસેથી 9000 કરોડની ધોખાધડી અને મની લોન્ડરીંગનો આરોપ છે. તે માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. પ્રત્યર્પણ વોરેન્ટ ઉપર માલ્યાની એપ્રિલ 2017માં લંડનમાં ધરપકડ થઈ હતી પરંતુ તે જામીન ઉપર છૂટી ગયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.